-
Emergency માં સિખને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા
-
સાંસદ સરબજીત સિંહ ખાલસાએ બેઅંત સિંહનો પુત્ર
-
જોકે ફિલ્મ Emergency નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે
Kangana Ranaut Film Emergency: કંગના રનૌતના નિર્દેશન હેઠણ બનેલી ફિલ્મ Emergency ને લઈ વિવાદો શરું થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલો એક સિન છે. તે ઉપરાંત ફરીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ Kangana Ranaut ની ફિલ્મ Emergency ને લઈ વિવાદ જાહેર કર્યો છે. સાંસદ સરબજીત સિંહનું કહેવું છે કે, ફિલ્મ Emergency માં સિખ સમુદાયને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે સિખ સમુદાયમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
Emergancy માં સિખને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા
સાંસદ સરબજીત સિંહે એક પોસ્ટ કરીને લેખિતમાં કહ્યું છે કે, ફિલ્મ Emergency માં સિખને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. તેના કારણે શક્ય છે કે, કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. કારણ કે… જો ફિલ્મ Emergency માં સિખ સમુદાયને ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે, તો તે ખરેખર અમાન્ય છે. ત્યારે આ ફિલ્મ Emergency એ સિખ સમુદાય વિરુદ્ધ માનસિક હુમલો કરતી ફિલ્મ છે. જેની વિરુદ્ધ સરકારે કડક પગલા લેવા જોઈએ. દેશમાં અનેકવાર સિખ સમુદાય પર હુમલાની નોંધ લેવામાં આવતી છે. આ ફિલ્મ સિખ સમુદાય આ નફરતને વધુ વેગ આપે છે. સિખ સમુદાયએ ભારત દેશ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ પણ વાંચો: પાર્ટીમાં તમન્ના ભાટિયાને ડાન્સ કરતા જોઈ બોયફ્રેન્ડ વિજ્ય બન્યો રોમિયો
MP from Faridkot Sarbhjeet Singh Khalsa & Senior Akali Dal leader Karnail Singh Peer Mohammed objected to the MP Kangana Ranaut movie “Emergency”
Further they said, several Sikh figures are falsely depicted in they movie, so it should be banned.#Punjab pic.twitter.com/1A6nttuxU6— Akashdeep Thind (@thind_akashdeep) August 20, 2024
સાંસદ સરબજીત સિંહ ખાલસાએ બેઅંત સિંહનો પુત્ર
જોકે ફારીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ બેઅંત સિંહનો પુત્ર છે. બેઅંત સિંહએ બે સુરક્ષાકર્મીઓ પૈકી એક છે, જેણે 31 ઓક્ટોમ્બર 1984 ના રોજ ઓપરેશન બ્લૂ સ્ટાર હેઠળ ભારત દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પર ગોળીબાર કર્યો હતો. અને આ ઘટનામાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું મોત થયું હતું. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિર ગાંધીના જીવન અને રાજનૈતિક સફરને દર્શાવતી એક ફિલ્મ Emergency નામથી આવી રહી છે.
જોકે ફિલ્મ Emergancy નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે
તો ફિલ્મ Emergency માં કંગના રનૌત મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મ Emergency માં 1975 ના સમયે ઈન્દિરા ગાંધીએ ભારતમાં આપાત્કાલિન સ્થિતિનું નિર્માણ કર્યું હતું. તે ઉપરાંત ફિલ્મ Emergency માં ઈન્દિરા ગાંધીના અંગત જીવનના અને રાજનીતિમાં કરવામાં આવેલા સંઘર્ષને પણ દર્શાવવામાં આવ્યા છે. જોકે ફિલ્મ Emergency નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. અને દરેક ભારતીયો Kangana Ranaut ને ઈન્દિરા ગાંધીના કિરદારમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા છે.
આ પણ વાંચો: બોલીવૂડની બેબો કાતિલની શોધમાં બની કાતિલ હસિના, ફિલ્મનું ટીઝર રિલીઝ