- ભારતીય શેરબજારની શરૂઆત ધડાકા સાથે થઈ
- બેન્ક નિફ્ટી 455 અંક એટલે કે 0.91 ટકાના મજબૂત
- ટોચના 5 શેરોમાંથી પ્રથમ ત્રણ શેર આઇટી ઇન્ડેક્સના છે
Share Market:કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બજારે (Share Market)શાનદાર શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. બજારની શરૂઆતમાં નિફ્ટીમાં લગભગ 220 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં 760 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
શેરબજાર કયા સ્તરે ખૂલ્યું?
BSE સેન્સેક્સ 1098 પોઈન્ટ અથવા 1.39 ટકાના ઉછાળા સાથે 79,984.24 પર ખુલ્યો અને આ એક શાનદાર ઓપનિંગ છે. NSEનો નિફ્ટી 269.85 પોઈન્ટ અથવા 1.12 ટકાના જંગી વધારા સાથે 24,386 પર ખુલ્યો હતો. શેરબજારની શરૂઆત પહેલા જ બીએસઈ સેન્સેક્સ 1040.78 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા સાથે 79927 પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈનો નિફ્ટી 219.05 પોઈન્ટ અથવા 0.91 ટકાના મજબૂત વધારા સાથે 24336 પર ટ્રેડ કરી રહ્યો હતો.
Global markets surge reflected in India, Sensex and Nifty open with strong rally
Read @ANI Story | https://t.co/76XT3QzRMb #Stocks #Share #NSE #BSE pic.twitter.com/sM4lMQR0Zs— ANI Digital (@ani_digital) August 9, 2024
સેન્સેક્સમાં હરિયાળી
BSE સેન્સેક્સના તમામ 30 શેરોમાં વૃદ્ધિનો ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યો છે અને એક પણ શેર લાલ રંગમાં નથી. સેન્સેક્સના ટોચના 5 શેરોમાંથી પ્રથમ ત્રણ શેર આઇટી ઇન્ડેક્સના છે અને ટેક મહિન્દ્રા ટોપ ગેનર તરીકે 2.12 ટકા ઉપર છે. ઇન્ફોસિસ અને HCL ટેક તેની પાછળ છે અને લગભગ 2 ટકા ઉપર છે.
નિફ્ટીમાં 250 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો
વૈશ્વિક બજારમાંથી ઉત્તમ સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં પણ હોબાળો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટમાં ગઈ કાલે જબરદસ્ત મજબૂતી જોવા મળી હતી. નાસ્ડેક 3.45 ટકા વધીને બંધ થયો હતો. બાયોકોનનાં પ્રથમ ક્વાર્ટરમાં નબળાં પરિણામો જોવા મળ્યાં છે. રૂ.1134 કરોડની અન્ય આવકને કારણે કંપનીનો નફો રૂ. 660 કરોડ રહ્યો હતો. આવક સપાટ રહી. કંપનીના EBITDAમાં 13%નો ઘટાડો નોંધાયો હતો. માર્જિન પણ પ્રથમ ક્વાર્ટર દરમિયાન 21% થી ઘટીને 18% થયું છે.
ગુરુવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે આરબીઆઈ એમપીસીની બેઠકના પરિણામો પછી, બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો જે અંત સુધી ચાલુ રહ્યો. ગુરુવારે BSE સેન્સેક્સ 581.79 પોઈન્ટ (0.73%)ના ઘટાડા સાથે 78,886.22 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 180.50 પોઈન્ટ (0.74%)ના ઘટાડા સાથે 24,117.00 પોઈન્ટ પર બંધ થયો હતો.