+

શરદ પાવરની પાર્ટી NCP ને મોટો ફટકો, આ મોટા નેતાએ ભાજપ સાથે હાથ મિલાવ્યો…

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરદ પાવરની પાર્ટીને ફોટો ફટકો માણિકરાવ સોનવલકર ભાજપમાં જોડાયા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારની NCP ને મોટો ઝટકો લાગ્યો છે. NCP નેતા માણિકરાવ સોનવલકર…
  1. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
  2. શરદ પાવરની પાર્ટીને ફોટો ફટકો
  3. માણિકરાવ સોનવલકર ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારની NCP ને મોટો ઝટકો લાગ્યો છે. NCP નેતા માણિકરાવ સોનવલકર ભાજપમાં જોડાયા છે. મણિકરાવ સોનવલકર રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતાઓએ સોનવલકરને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભાજપ અધ્યક્ષની હજારીમાં ખેસ ધારણ કર્યો…

મહારાષ્ટ્ર BJP ના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે, “14.5 કરોડ લોકો જાણે છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહા વિકાસ અઘાડી વિવિધ સમુદાયો વચ્ચે વિવાદો ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસની સરકાર બની ત્યારે આવી ઘટનાઓ ક્યારેય બની ન હતી. કારણ કે ત્યાં કોઈ ગંદી રાજનીતિ નહોતી.’ જ્યારે પણ કોંગ્રેસ વિરુદ્ધ વિપક્ષમાં સરકાર બને છે, પછી આ લોકો તે દેશ હોય કે રાજ્ય, તેઓ સમાજને બગાડવાનું અને જનતામાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો : Delhi Excise Policy Case : કેજરીવાલ જેલમાંથી બહાર આવશે? CBI ની અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી…

મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારી તેજ…

મહારાષ્ટ્રમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં સત્તાધારી પાર્ટીના મહાગઠબંધન એટલે કે NDA અને વિપક્ષની મહાવિકાસ અઘાડી બંને ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બંને ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક તરફ NDA માં સીટ વહેંચણીને લઈને રાજનીતિ ચાલી રહી છે તો બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં પણ સીટ વહેંચણીને લઈને મોટી બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકોની વહેંચણી બાદ રાજકારણ જોર પકડશે અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : PM મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ, જુઓ આ દિલને સ્પર્શે તેવો Video

Whatsapp share
facebook twitter