+

દુનિયાનો અંત નજીક! મોતના રેગિસ્તાનમાં રેતીના ઢગલાં ઉપર પાણી ફરી વળ્યા

50 વર્ષ બાદ Sahara ના Desert માં પૂર જેવી સ્થિતિ તળાવ ઈરીકી 50 વર્ષ પછી પાણીથી ભરાયું છે આશરે 20 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો Sahara Desert Floods :…
  • 50 વર્ષ બાદ Sahara ના Desert માં પૂર જેવી સ્થિતિ
  • તળાવ ઈરીકી 50 વર્ષ પછી પાણીથી ભરાયું છે
  • આશરે 20 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

Sahara Desert Floods : અરબ દેશની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણા મનમાં ઊંટ અને અનંત સુધી ફેલાયેલા રણ પ્રદેશ નજરે આવે છે. તો બે ઘડીવાર જો આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે, આ માટીના ઉંચા-ઉંચા ટેકરાથી વિસ્ત્રાયેલા રણ પ્રદેશમાં ભૂલા પડી જઈએ તો, આપણું મોત નક્કી છે. ત્યારે વિશ્વમાં સૌથી ભયાવહ અને હજારો કિમી સુધી ફેલાયેલું રણ અરબ દેશમાં આવેલું Sahara નો રણ પ્રદેશ છે.

50 વર્ષ બાદ Sahara ના Desert માં પૂર જેવી સ્થિતિ

પરંતુ તાજેતરમાં Sahara ના રણ પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેણે પ્રાચીન કાળથી ચાલી આવેલા કુદરતના નિયમોમાં ફેરફાર કર્યો છે. Sahara ના રણ પ્રદેશમાં પાણી મળવું ના બરાબર હોય છે. પરંતુ આશરે 50 વર્ષ બાદ Sahara ના Desert માં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે Sahara ના Desert ની અમુક તસવીરો નાસાએ પોતાના સેટેલાઈટના માધ્યમથી શેર કરી છે. ત્યારે Sahara માં આવેલું પૂરનું કારણ મુશળધાર વરસાદને ગણવામાં આવી રહ્યો છે. Sahara ના Desert માં 2 સતત વરસાદ આવવાને કારણે તળાવ જેવી સ્થિતિ Sahara ના Desert માં જોવા મળી છે.

આ પણ વાંચો: Donald Trump ની હત્યાનો વધુ એક પ્રયાસ!, બંદૂક સાથે એક યુવકની ધરપકડ

તળાવ ઈરીકી 50 વર્ષ પછી પાણીથી ભરાયું છે

આફ્રિકાનો દેશ Morocco માં સતત 2 દિવસથી ભારે વરસાદ ખાબક્યો છે. Morocco માં આવેલા એક ગામમાં માત્ર 1 દિવસની અંદર 100 એમએમ વરસાદ વરસી ગયો હતો. ત્યારે આ વરસાદના વાદળો Sahara ના Desert તરફ વળ્યા હતાં. અને Sahara ના Desert માં વરસાદ આવતા રેતીના ડુંગરો પાણીની સપાટીઓની નીચે આવી ગયા છે. Sahara માં વર્ષોથી સુકા પડેલા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ત્યારે Sahara માં આવેલું તળાવ ઈરીકી 50 વર્ષ પછી પાણીથી ભરાયું છે. જોકે દક્ષિણ-પૂર્વ Morocco માં ઉનાળામાં ઘણી ઓછી માત્રમાં વરસાદ જોવા મળે છે.

આશરે 20 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

બીજી તરફ Morocco માં ભારે વરસાદને કારણે આશરે 20 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત સ્થાનિક ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે Morocco છેલ્લા એક વર્ષથી કુદરતી આફતોની સામે ઝઝૂમી રહ્યું છે. તો છેલ્લા 30 થી 50 વર્ષની અંદર Morocco માં આ વર્ષે રોકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ત્યારે આ વરસાદની અસર Sahara ના ભયાવહ Desert સુધી જોવા મળી છે. જોકે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગ્લોબલ વોર્મિંગને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વર્ષ 2022 માં Sahara ના Desert માં બરફનો વરસાદ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Israel એ ફરી વાર માસૂમોના ભોગ લીધા!, બાળકો સહિત 20 ના મોત

Whatsapp share
facebook twitter