- RMC નાં અલ્પના મિત્રાનાં ઘરે ફાઈલો મળવાનો મામલો
- ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો પોતાનો બચાવ
- જૂના કામ માટે બિલ-મેજરમેન્ટ બુક ગઈ હોવાની દલીલ
- RMC કમિશનર 10 દિવસમાં રિપોર્ટ આધારે કાર્યવાહી કરશે
રાજકોટ RMC નાં પૂર્ણ સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ઘરે ફાઈલો મળવા મામલે મોટા સમાચાર આવ્યા છે. અલ્પના મિત્રનાં ઘરે ગયેલા ઇજનેરોએ પોતાનો બચાવ કર્યો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વર્ષ 2018 નો ઠરાવ રજૂ કર્યો હતો. જૂના કામ માટે બિલ અને મેજરમેન્ટ બુક ગઈ હોવાની અધિકારીઓએ કમિશનર સમક્ષ દલીલ કરી હતી. આ મામલે હવે 10 દિવસમાં રિપોર્ટ આધારે RMC કમિશનર કાર્યવાહી કરશે.
આ પણ વાંચો – Ahmedabad : શાળાઓ સામે AMC ની કડક કાર્યવાહી! શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અલ્પના મિત્રનાં ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો બચાવ
રાજકોટ (Rajkot) મહાપાલિકાનાં તત્કાલિન સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ઘરે અગાઉ વિજિલન્સની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંગે મહાપાલિકાનાં કમિશનર ડી. પી. દેસાઈએ (D. P. Desai) પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે, ફાઈલો નિકાલની કામગીરી ચાલી રહી છે એવી માહિતી મળતા તપાસ કરાઈ હતી અને તે દરમિયાન 40 જેટલી ફાઈલો મળી આવી હતી. કોણ ફાઈલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે. કમિશનરે આગળ કહ્યું કે, તપાસ બાદ જે ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.
– RMC નાં અલ્પના મિત્રાનાં ઘરે ફાઈલો મળવાનો મામલો
– ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો પોતાનો બચાવ
– RMC કમિશનર સમક્ષ વર્ષ 2018 નો ઠરાવ રજૂ કર્યો
– જૂના કામ માટે બિલ-મેજરમેન્ટ બુક ગઈ હોવાની દલીલ
– નવા અધિકારી જૂના બિલ કે મેજરમેન્ટ બુકમાં સહી કરી શકે નહીં
– RMC કમિશનર 10 દિવસમાં રિપોર્ટ…— Gujarat First (@GujaratFirst) August 7, 2024
આ પણ વાંચો – Ahmedabad : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ! HC એ આપ્યો આ નિર્દેશ
RMC કમિશનર રિપોર્ટ આધારે કાર્યવાહી કરશે
ત્યારે હવે આ મામલે મોટા અપડેટ આવ્યા છે. અલ્પના મિત્રનાં ઘરે ગયેલા ઇજનેરોએ પોતાનો બચાવ કરતા રાજકોટ મ્યુનિસિપલ (RMC) કમિશનર સમક્ષ દલીલ કરી કે વર્ષ 2018 નો ઠરાવ રજૂ કર્યો હતો. ઠરાવ પ્રમાણે ફરજ પર જે તે અધિકારીએ પોતાનાં કાર્યકાળ દરમિયાન થયેલા કામોનાં મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી કરવી ફરજિયાત છે. નવા આવેલા અધિકારી જૂના બિલ કે મેજરમેન્ટ બુકમાં સહી કરી શકતા નથી. જો કે, આ કામગીરી ઓફિસમાં રહીને કરવાની હોય કે ફાઇલો બહાર લઇ જઇ શકાય તે એક મોટો સવાલ !અધિકારીઓએ નિયમ પ્રમાણે જૂના કામોનાં બિલ અને મેજરમેન્ટ બુકનાં લખાણ માટે ગયા હોવાની દલીલ કરી હતી. જો કે, RMC કમિશનર 10 દિવસમાં સમગ્ર મામલે રિપોર્ટનાં આધારે કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો – Rajkot : ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી, કારખાનાંમાં આગ લગાતા મજૂરો ચોથા માળે લટક્યા