+

Recruitment: રાજ્યમાં સરકારી ઉ.માધ્યમિક શાળાઓમાં 1608 જગ્યા પર ભરતી જાહેર

શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી જાહેર સરકારી ઉ.માધ્યમિક શાળાઓમાં 1608 જગ્યા પર ભરતી જાહેર બિન સરકારી અનુદાનિત ઉ.માધ્યમિક શાળામાં 2484 જગ્યા પર ભરતી જાહેર Recruitment…
  • શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર
  • ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી જાહેર
  • સરકારી ઉ.માધ્યમિક શાળાઓમાં 1608 જગ્યા પર ભરતી જાહેર
  • બિન સરકારી અનુદાનિત ઉ.માધ્યમિક શાળામાં 2484 જગ્યા પર ભરતી જાહેર

Recruitment : રાજ્યમાં શિક્ષકોની ભરતી (Recruitment)ને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા પર ભતી જાહેર કરી છે જ્યારે બિન સરકારી અનુદાનિત ઉ.માધ્યમિક શાળામાં 2484 જગ્યા પર ભરતી જાહેર કરી છે.

1608 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક

મળતી માહિતી મુજબ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલી 1608 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TATTHS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. આ માટે વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમેર અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો—Heavy Rain Forecast : 4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે

મળતી માહિતી મુજબ જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gsero.In/વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઈટ પર મુકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.

અહીં ઓનલાઇન અરજી કરી શકાશે

મળતી માહિતી મુજબ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/ ૨૦૨૪થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧.૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.તેમ જણાવાયુ છે.

આ પણ વાંચો–New Districts: રાજ્યમાં આ જિલ્લાઓનું વિભાજન કરી 3 નવા જિલ્લા બનાવવા વિચારણા

Whatsapp share
facebook twitter