- સનાતન ધર્મને લાંછન લગાડે તેવી ઘટનાનો વીડિયો વાઇરલ
- રાજકોટમાં વધુ એક સાધુનો વીડિયો આવ્યો સામે
- દારૂ અને નોનવેજ પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ
Rajkot : સનાતન ધર્મને (Sanatan Dharma) શર્મસાર કરતા વધુ એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં સાધુ ધાર્મિક સ્થળે દારૂ અને નોનવેજની પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો રાજકોટની ભાગોળે આવેલા મેટોડા નજીકનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વીડિયો (Viral Video) પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો – Jamnagar : GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો, બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ
– સનાતન ધર્મને લાંછન લગાડે તેવી ઘટનાનો વીડિયો વાઇરલ
– રાજકોટમાં વધુ એક સાધુનો વીડિયો આવ્યો સામે
– દારૂ અને નોનવેજ પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ
– સમગ્ર ઘટના રાજકોટના મેટોડા નજીકની હોવાની ચર્ચા
– સાધુનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર
– ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.…— Gujarat First (@GujaratFirst) September 13, 2024
દારૂ અને નોનવેજની પાર્ટી કરતા સાધુનો વીડિયો વાઇરલ
સનાતન ધર્મને લાંછન લગાડતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક સાધુનો છે જે દારૂ (Alcohol) અને નોનવેજની પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ વીડિયો રાજકોટની (Rajkot) ભાગોળે આવેલા મેટોડાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાઇરલ વીડિયોમાં એક સાધુ ધાર્મિક સ્થળ પર જ કેટલાક લોકો સાથે દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. જ્યારે, અન્ય એક વીડિયોમાં સાધુ નોનવેજ આરોગતા પણ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો – Jamnagar: એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ, ‘દાદા’ માટે બનાવી સૌથી મોટી પાઘડી
સાધુનો વીડિયો વાઇરલ થતાં ચકચાર
સનાતની સાધુનો આ વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો સાધુના આ વ્યવહાર સામે રોષ ઠાલવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ, સાધુ દ્વારા દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો – Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી