+

Rajkot : જાહેરમાં આતંક મચાવનાર ભગવાધારીનાં આશ્રમ પહોંચી Gujarat First ની ટીમ, થયો મોટો ઘટસ્ફોટ

રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંતનો મામલો ગુજરાત ફર્સ્ટની ટીમ આશ્રમ પહોંચી આશ્રમમાં ગાંજાનું વાવેતર થતું હોવાનો ઘટસ્ફોટ FSL અને SOG ની ટીમ તપાસ કરવા આશ્રમ પહોંચી રાજકોટ (Rajkot) શહેરનાં કાલાવાડ…
  1. રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંતનો મામલો
  2. ગુજરાત ફર્સ્ટની ટીમ આશ્રમ પહોંચી
  3. આશ્રમમાં ગાંજાનું વાવેતર થતું હોવાનો ઘટસ્ફોટ
  4. FSL અને SOG ની ટીમ તપાસ કરવા આશ્રમ પહોંચી

રાજકોટ (Rajkot) શહેરનાં કાલાવાડ રોડ પર GST કમિશનરની કારનો કાચ તોડી જાહેરમાં આતંક મચાવનાર ભગવાધારી સાધુની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આજે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ ભગવાધારીનાં વાગુદડ ખાતે આવેલા આશ્રમ પહોંચી હતી, જ્યાં ગાંજાનાં છોડ વાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો સાથે ગ્રામજનોએ પણ ખરાબાની જગ્યામાં આશ્રમ ઊભું કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ મામલે SOG અને FSL દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો –Bharti Ashram Vivad : કીર્તિ પટેલનાં આરોપો બાદ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ રડતા-રડતા કરી સ્પષ્ટતા, ઋષિભારતી બાપુએ પણ કહી આ વાત

જાહેર માર્ગ પર ભગવાધારીએ મચાવ્યો હતો આતંક

ગઈકાલે રાજકોટનાં (Rajkot) કાલાવાડ રોડ (Kalawad Road) પર એક ભગવાધારી હાથમાં હથિયાર લઈને જાહેર માર્ગ પર આતંક મચાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે ભગવાધારી પહેલા સફેદ બ્રેઝા કાર કે જેમાં મહંત યોગી ધર્મ નાથજી લખેલું હતું તેના કાચ તોડ્યા હતા. ત્યાર બાદ બાજુમાં આવેલ હનુમાનની ડેરી પાસે ગાળાગાળી કરી લોકોને હેરાન કર્યા હતા. પછી જાહેર રોડ પર આરોટતા પણ જોવા મળ્યા હતા. આ ભગવાધારીને ટિંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ હતી અને ગુનો દાખલ કર્યો હતો. ભગવાધારી નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો –Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન ફગાવાયા, ધરપકડને લઈ અનેક સવાલ

ગુજરાત ફર્સ્ટની ટીમ ભગવાધારીનાં આશ્રમ પહોંચી

આ મામલે સામે આવતા ગુજરાત ફર્સ્ટની ટીમ ભગવા ધારીનાં વાગુદડ ખાતે આવેલા આશ્રમ પહોંચી હતી. જ્યાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ ગામનાં લોકોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ આશ્રમ ખરાબાની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ મામલે જાણ થતાં SOG અને FSL ની ટીમ તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો –VADODARA : હોટલમાં પરિણીતાની છેડતી, બાદમાં પતિ-દિયરને ધમકી

Whatsapp share
facebook twitter