+

Rajkot : AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબનાં ગંભીર આરોપ, પો. કમિશનરના તપાસનાં આદેશ

રાજકોટ AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે ફરિયાદ AIIMS નાં સિનિયર મહિલા તબીબે લગાવ્યા ગંભીર આરોપ ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવનો આરોપ કલેક્ટરે મહિલા તબીબની ફરિયાદ પોલીસ કમિશનરને…
  1. રાજકોટ AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે ફરિયાદ
  2. AIIMS નાં સિનિયર મહિલા તબીબે લગાવ્યા ગંભીર આરોપ
  3. ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવનો આરોપ
  4. કલેક્ટરે મહિલા તબીબની ફરિયાદ પોલીસ કમિશનરને મોકલી

રાજકોટમાંથી (Rajkot) ચોંકાવનારા સમાચાર આવ્યા છે. દેશભરમાં પ્રતિષ્ઠિત એવી રાજકોટ AIIMS નાં ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ગંભીર આરોપો સાથે ફરિયાદ કરી છે. મહિલા તબીબે (Woman Doctor) જાતિગત ભેદભાવ સહિતના વિવિધ આરોપ સાથે ફરિયાદ કરતા AIIMS ની ઇન્ટર્નલ કમિટીએ તપાસનાં આદેશ આપ્યા છે. સાથે જ કલેક્ટરે પોલીસ મથકમાં અરજી પણ ટ્રાન્સફર કરતાં પોલીસ કમિશનરે પણ તપાસનાં આદેશ કર્યા છે.

આ પણ વાંચો – Gir-Somnath : મેગા ડિમોલિશનને લઈ HC માં બંને પક્ષની સામસામી ધારદાર દલીલ, વાંચો સમગ્ર અહેવાલ

AIIMS ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબની ફરિયાદ

કોલકતા કાંડ (Kolkata Woman Doctor Case) બાદ તબીબોની સુરક્ષા અને સલામતીને લઈ ગુજરાતમાં પણ સરકાર અને તંત્ર વધુ એલર્ટ થયા છે. ત્યારે આ વચ્ચે રાજકોટથી (Rajkot) ચોંકવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ AIIMS નાં ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. મહિલા તબીબ દ્વારા રાજકોટ AIIMS નાં ડાયરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચ, ડીન ડો. સંજય ગુપ્તા, HOD વિભાગનાં અશ્વિન અગ્રવાલ, જિલ્લા વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા સામે ફરિયાદ માટે અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Navsari : હોટેલમાં શરીર સંબંધ બાંધતા સમયે પ્રેમિકાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ! પ્રેમીની એક ભૂલે જીવ લીધો!

ઇન્ટર્નલ કમિટી અને પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ

તબીબ મહિલાએ જાતીય ભેદભાવ, ગુંડાગીરી, ઉત્પીડન સહિત વિવિધ ગંભીર આરોપો સાથે આ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મહિલા તબીબની ફરિયાદોને ગંભીરતાથી લઈને AIIMS ની ઇન્ટર્નલ કમિટી (Internal Committee) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસને અરજી મોકલી દેવાતા પોલીસ દ્વારા તપાસ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર (Police Commissioner of Rajkot) દ્વારા પણ ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસ કરવા આદેશ અપાયો છે. સાથે 30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યો છે. માહિતી અનુસાર, એક વર્ષ પહેલા મહિલા તબીબે વુમન સેલમાં પણ ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલા તબીબને પુરાવા સાથે તૈયાર રહેવા કહેવાયું છે. આ સપ્તાહમાં મહિલા તબીબનું નિવેદન લેવામાં આવશે.

આ પણ વાંચો – Ahmedabad : SG હાઇવે પર ફરી એકવાર ‘Hit and Run’, શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત

Whatsapp share
facebook twitter