- રાધનપુરનાં (Radhanpur) ધારાસભ્ય લવિંગજી ઠાકોરે CM ને લખ્યો પત્ર
- રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માગ પ્રબળ બની
- વર્ષોથી લોકો આ માગ કરી રહ્યા છે : લવિંગજી ઠાકોર
રાજ્યમાં નવા ત્રણ જિલ્લાની રચના કરવામાં અંગે રાજ્ય સરકાર વિચારણા કરતી હોવાના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. આ 3 નવા જિલ્લાઓમાં પાટણ (Patan) જિલ્લામાંથી રાધનપુર (Radhanpur) અથવા થરાદ, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ અને ગાંધીનગર-મહેસાણાનાં (Gandhinagar-Mehsana) કેટલાક ભાગો ઉમેરીને વડનગરને (Vadnagar) નવો જિલ્લા જાહેર કરવા અંગે વિચારણા ચાલી રહી હોવાની માહિતી છે. આ સમાચાર બાદ હવે રાધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની માગ પ્રબળ બની છે.
આ પણ વાંચો – Kheda : શું ડાકોર મંદિરનાં લાડુમાં પણ અમૂલ ઘીનું કૌભાંડ ? જાણો હકીકત
Radhanpurની જિલ્લો બનાવવા મુદ્દે Lavingji Thakorનો મોટો ધડાકો | Gujarat First@thakor_lavingji#RadhanpurDistrictDemand #LavinjhiThakor #DistrictFormation #GujaratPolitics #RuralDevelopment #RadhanpurForDistrict #PeopleFirst #RegionalGrowth #PublicDemand #GovernmentAction… pic.twitter.com/wHyFMbJvEa
— Gujarat First (@GujaratFirst) September 26, 2024
MLA લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
પ્રાપ્ત માહિતી મુજબ, રાધનપુરનાં (Radhanpur) ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી આ અંગે રજૂઆત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, વર્ષોથી નાગરિકો લોકો રાધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની માગ કરી રહ્યા છે. રાઘનપુર એક શાંતિ પ્રિય શહેર તેમ જ વેપાર-ઘંઘામાં વિકસિત છે. રાઘનપુર તાલુકાનાં આજુબાજુમાંથી મોટું શહેર હોવાથી લોકો ખરીદી અથવા વેચાણ અર્થે અહીં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં આવે છે.
આ પણ વાંચો – Gujarat: વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રથમ સ્થાને, માત્ર એક વર્ષમાં 1.65 કરોડે લીધી મુલાકાત
રાઘનપુર જિલ્લો બનવા માટેની તમામ સુવિઘાઓ ઘરાવે છે : લવિંગજી ઠાકોર
રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે (MLA Lovingji Thakor) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) લખેલા પત્રમાં જણાવ્યું કે, રાઘનપુરને જિલ્લો જાહેર કરાય તો આજુબાજુનાં 25 થી 50 કિલોમીટરનાં લોકોનું કામ રાઘનપુરમાં જ થઈ જશે. રાઘનપુરથી (Radhanpur) કચ્છ તેમ જ ભારતમાલા નેશનલ હાઇવે નજીક છે, રાઘનપુર જિલ્લો બનવા માટેની તમામ સુવિઘાઓ ઘરાવે છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો આ પત્ર હાલ ખૂબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો – Surat : NH 48 પર રાજકોટ LCB ટીમની ખાનગી કારને ટ્રકે મારી ટક્કર, પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત