- પોલેન્ડ બાદ હવે પીએમ મોદી 23 ઓગસ્ટે સીધા યુક્રેન જશે
- જો કે પીએમ મોદી પ્લેનથી નહી પણ ટ્રેનથી યુક્રેન જશે
- ટ્રેન ફોર્સ વનમાં 20 કલાકની મુસાફરી કરશે પીએમ મોદી
PM MODI VISIT Ukraine :વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડના પ્રવાસે છે. પોલેન્ડ બાદ હવે પીએમ મોદી 23 ઓગસ્ટે સીધા યુક્રેન (PM MODI VISIT Ukraine) જશે. પરંતુ તે પ્લેનથી નહીં પરંતુ ટ્રેન દ્વારા યુક્રેન જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેશિયલ ટ્રેન મારફતે પોલેન્ડથી યુક્રેન જશે. આ ટ્રેન કોઈ સામાન્ય ટ્રેન નથી. તે લક્ઝરી સુવિધાઓ અને વિશ્વ કક્ષાની સેવા માટે જાણીતી ટ્રેન છે. આ વિશેષ ટ્રેનને ટ્રેન ફોર્સ વન તરીકે ઓળખવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે યુક્રેનની રાજધાની કિવમાં 7 કલાક વિતાવવા માટે પીએમ મોદી 20 કલાક ટ્રેન ફોર્સ વનમાં મુસાફરી કરશે.
20 કલાકમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા પોલેન્ડથી યુક્રેનની રાજધાની કિવ જશે
પીએમ મોદી પોલેન્ડથી યુક્રેનનીો પ્રવાસ ઓવરનાઇટ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 કલાકમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા પોલેન્ડથી યુક્રેનની રાજધાની કિવ જશે. તે કિવમાં 7 કલાક સુધી વિતાવશે. પરંતુ આ માટે તે ટ્રેન ફોર્સ વન દ્વારા 20 કલાકની મુસાફરી કરશે. હવે સવાલ એ છે કે પીએમ મોદીએ પ્લેનમાં નહીં પણ ટ્રેનની મુસાફરી કેમ પસંદ કરી. તો સીધો જવાબ છે રશિયા-યુક્રેન યુદ્ધ. રશિયા સાથેના યુદ્ધને કારણે યુક્રેનમાં એરપોર્ટ બંધ છે. યુક્રેનમાં ખતરનાક રસ્તાઓને કારણે હાલમાં ટ્રેનમાં મુસાફરી કરવી સલામત માનવામાં આવે છે.
આ પણ વાંચો–—PM MODI IN POLAND: ભારત યુદ્ધમાં નહીં, શાંતિમાં માને છે
પીએમ મોદી ક્યારે યુક્રેન જશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 22મી ઓગસ્ટે ભારતીય સમય મુજબ મોડી સાંજે સ્પેશિયલ ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કિવ જવા રવાના થશે. પીએમ મોદી યુક્રેનની રાજધાની કિવમાં લગભગ 7 કલાક વિતાવશે. આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. આ સમય દરમિયાન, ભારત અને યુક્રેન વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થવાની આશા છે.
I will be visiting Ukraine at the invitation of President @ZelenskyyUa. This visit will be an opportunity to build on the earlier discussions with him and deepening the India-Ukraine friendship. We will also share perspectives on the peaceful resolution of the ongoing Ukraine…
— Narendra Modi (@narendramodi) August 21, 2024
મોદી પહેલા કોણ કોણ પ્રવાસ કરી ચૂક્યા છે?
પીએમ મોદી પહેલા પણ યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન વિશ્વના ઘણા નેતાઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. પીએમ મોદી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ આ ટ્રેન ફોર્સ વનમાં મુસાફરી કરી ચૂક્યા છે. વર્ષ 2022 માં, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને તત્કાલીન ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગીએ આ વિશેષ ટ્રેન ફોર્સ વનમાં સાથે મુસાફરી કરી હતી.
ટ્રેન ફોર્સ વનની વિશેષતા શું છે?
આ ટ્રેન ક્રિમીઆમાં પ્રવાસીઓ માટે 2014 માં મૂળરૂપે બનાવવામાં આવી હતી, આ ટ્રેન એક સુંદર, આધુનિક આંતરિક ભાગ ધરાવે છે, જે વ્હીલ્સ પરની હાઇ-એન્ડ હોટેલ જેવું લાગે છે. જો આપણે સુવિધાઓ વિશે વાત કરીએ, તો તેમાં મહત્વપૂર્ણ મીટિંગ્સ માટે એક મોટું ટેબલ, એક વૈભવી સોફા અને દિવાલ-માઉન્ટેડ ટીવીનો સમાવેશ થાય છે. ઊંઘ અને આરામની વ્યવસ્થા વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, તેના VIP મુસાફરોની સુરક્ષા માટે અદ્યતન સુરક્ષા પગલાં સાથે ટ્રેનને મજબૂત બનાવવામાં આવી છે. આર્મર્ડ વિન્ડોઝથી લઈને સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ્સ સુધી, ટ્રેન ફોર્સ વનને સૌથી પડકારજનક પરિસ્થિતિઓને પણ હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન ફોર્સ વન સર્વેલન્સ સિસ્ટમ, સુરક્ષિત સંચાર નેટવર્ક અને સુરક્ષા કર્મચારીઓની સમર્પિત ટીમથી પણ સજ્જ છે.