+

Porbandar : મધદરિયે રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં જવાનનું મોત, 1 મહિના બાદ મળ્યો મૃતદેહ

Porbandar નાં શહીદ જવાનને માનભેર અપાઈ વિદાય 2 સપ્ટેમ્બરનાં રોજ દરિયામાં રેસ્ક્યૂ હાથ ધર્યું હતું રેસ્ક્યૂ દરમિયાન દરિયામાં ક્રેશ હેલિકોપ્ટર થયું હતું દુર્ઘટનામાં ત્રણ જેટલા જવાન શહીદ થયા હતા પોરબંદરનાં…
  1. Porbandar નાં શહીદ જવાનને માનભેર અપાઈ વિદાય
  2. 2 સપ્ટેમ્બરનાં રોજ દરિયામાં રેસ્ક્યૂ હાથ ધર્યું હતું
  3. રેસ્ક્યૂ દરમિયાન દરિયામાં ક્રેશ હેલિકોપ્ટર થયું હતું
  4. દુર્ઘટનામાં ત્રણ જેટલા જવાન શહીદ થયા હતા

પોરબંદરનાં (Porbandar) દરિયામાં એક મહિના પહેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 3 જેટલા જવાન શહીદ થયા હતા. દુર્ઘટના બાદ પાયલોટ રાકેશકુમાર રાણા લાપતા હતા. જો કે, ઘટનાના એક મહિના બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શહીદ રાકેશકુમાર રાણાને આજે સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી છે.

આ પણ વાંચો –Rajkot : જામકંડોરણાનાં જવાનનું અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન મોત, CM એ પાઠવી શ્રદ્ધાંજલિ

રેસ્ક્યૂ દરમિયાન દરિયામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

પોરબંદરનાં (Porbandar) દરમિયાનમાં એક મહિના પહેલા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાયલોટ રાકેશકુમાર રાણા સહિત અન્ય જવાન હેલિકોપ્ટરમાં રેસ્ક્યૂ ઓપરેશનમાં ગયા હતા પરંતુ, હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ જેટલા જવાન શહીદ થયા હતા. જ્યારે પાયલોટ રાકેશકુમાર રાણા (Pilot RakeshKumar Rana) ઘટના બાદથી લાપતા હતા. ઘટના એક મહિના બાદ પાયલોટ રાકેશકુમાર રાણાનો દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો –  Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- સમગ્ર ઘટનામાં માત્ર..!

પોરબંદરનાં શહીદ જવાનને માનભેર વિદાય

આજે એરપોર્ટ નજીક કોસ્ટ ગાર્ડ (Coast Guard) દ્વારા શહીદ પાયલોટ રાકેશકુમાર રાણાને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી છે. આશાસ્પદ પુત્રની અચાનક વિદાયથી માતાની આંખોમાંથી આંસુ થમતા ન હતા. જ્યારે પરિવારનો પણ ભારે શોકમાં ગરકાવ થયો છે. શહીદ પાયલોટની અંતિમ વિદાયમાં કોસ્ટ ગાર્ડ IG સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – Dussehra 2024 : ફાફડા-જલેબીનાં ભાવમાં 20 ટકાનો વધારો! જાણો ભાવ, રાજ્યભરમાં શસ્ત્રપૂજન

Whatsapp share
facebook twitter