+

Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મજયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પોરબંદર કીર્તિ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ હાજર રહેશે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતી…
  1. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી
  2. પોરબંદર કીર્તિ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે
  4. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ હાજર રહેશે

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતી ( Birth Anniversary of Mahatma Gandhi) છે. ત્યારે ગુજરાત સહિત દેશ-વિદેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) યાદ અને તેમના ત્યાગ, બલિદાન, વિચારો, લડત, સંઘર્ષ, સિદ્ધાંતોને યાદ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે પોરબંદરમાં (Porbandar) આવેલા કીર્તિ મંદિરે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં છે.

આ પણ વાંચો – Ahmedabad: નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ધાટન માટે તૈયાર કરાયેલા ડોમ ધરાશાયી થતા ત્રણ જેટલા મજૂરો દટાયા

કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા

દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં (Porbandar) થયો હતો. ત્યારે મહાત્મા ગાંધી અને કસ્તુરબાની (Kasturba) સ્મૃતિમાં પોરબંદર ખાતે કીર્તિ મંદિર (Kirti Mandir,) બનાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીનો (Mahatma Gandhi) જન્મ જે ઘરમાં થયો હતો તે ઘરને હવે કીર્તિ મંદિરનાં નામે ઓળખાય છે. ત્યારે આજે રાષ્ટ્રપિતાની જન્મજંયતી નિમિત્તે કીર્તિ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત અનેક રાજકીય નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. સીએમની હાજરીમાં કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી.

આ પણ વાંચો – Savarkundla: મોટા ઝિંઝૂડાની શિવ કુમારી વિધાલયના વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઇઝન, બાળકોની હાલતમાં આવ્યો સુધાર

‘બીચ સ્વચ્છતા અભિયાન’ માં ‘માય ઈન્ડિયા’ નાં 1 લાખ યુવાનો જોડાશે

પ્રાપ્ત માહિતી મુજબ, કીર્તિ મંદિરે યોજાનારા કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukhbhai Mandaviya) પણ ઉપસ્થિત રહ્યા છે અને દેશવ્યાપી ‘બીચ સ્વચ્છતા અભિયાન’ નું નેતૃત્વ કરશે. ‘માય ઈન્ડિયા’ નાં (My India) 1 લાખ યુવા સ્વયંસેવકો પણ આ અભિયાનમાં જોડાશે. આ અભિયાન હેઠળ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ ને (Single Use Plastic) દૂર કરવા માટે એકત્ર કરાશે. સાથે દેશમાં સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે.

આ પણ વાંચો – Bharuch: દેશી દારૂની ભઠ્ઠીઓથી ગ્રામજનો પરેશાન; આક્ષેપો કરતી અરજી પહોંચી પોલીસ મથકે, ફોટો થયો વાયરલ

Whatsapp share
facebook twitter