+

PM Modi’s Birthday : વડનગરથી સોમાભાઈ મોદીએ નાના ભાઈને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

PM નરેન્દ્ર મોદીને મોટા ભાઈએ પાઠવી શુભકામનાઓ વડનગરથી સોમાભાઈ મોદીએ શુભેચ્છા પાઠવી લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી સમગ્ર ભારતની જનતા તમારી સાથે જોડાયેલીઃ સોમાભાઈ મોદી આજે ભારત…
  1. PM નરેન્દ્ર મોદીને મોટા ભાઈએ પાઠવી શુભકામનાઓ
  2. વડનગરથી સોમાભાઈ મોદીએ શુભેચ્છા પાઠવી
  3. લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી
  4. સમગ્ર ભારતની જનતા તમારી સાથે જોડાયેલીઃ સોમાભાઈ મોદી

આજે ભારત દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modi’s Birthday) છે. આજે તેઓ 74 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશ-વિદેશથી લોકો, રાજકીય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈએ પણ તેમને શુભકામનાઓ પાઠવી છે.

આ પણ વાંચો – Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

સમગ્ર ભારતની જનતા તમારી સાથે જોડાયેલી છે : સોમાભાઈ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મોટા ભાઈ સોમાભાઈ મોદીએ (Sombhai Modi) વડનગરથી નાના ભાઈને જન્મદિવસની (PM Modi’s Birthday) શુભેચ્છા પાઠવતા લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. સોમાભાઈએ કહ્યું કે, સમગ્ર ભારતની જનતા તમારી સાથે જોડાયેલી છે. નરેન્દ્રભાઈ દેશ માટે રાત-દિવસ કામ કરે છે, જે બેમિસાલ છે. સોમાભાઈએ આગળ કહ્યું કે, દેશ-દુનિયાનાં કામ સારા થતાં રહે તેવી મારી તેમને શુભકામનાઓ છે.

આ પણ વાંચો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ

CM ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળીને પાઠવી શુભેચ્છા

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં (Vadnagar) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરમાં સાંસ્કૃતિક, મહાપૂજા, ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ આજે સવારે રાજભવન ખાતે પીએમ મોદીને રૂબરૂ મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી.

 આ પણ વાંચો – Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

Whatsapp share
facebook twitter