+

Patan : HNGU માં ગઈકાલે વિદેશી દારૂ મળ્યો, આજે વિદ્યાર્થીઓમાં તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, જુઓ Video

પાટણ યુનિવર્સિટીમાં બની શરમજનક ઘટના વિદ્યાર્થીઓએ તિક્ષ્ણ હથિયાર વડે મારામારી કરી શિક્ષણના ધામમાં ગુંડાગીરીના દ્રશ્યો આવ્યા સામે પાટણની (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં…
  1. પાટણ યુનિવર્સિટીમાં બની શરમજનક ઘટના
  2. વિદ્યાર્થીઓએ તિક્ષ્ણ હથિયાર વડે મારામારી કરી
  3. શિક્ષણના ધામમાં ગુંડાગીરીના દ્રશ્યો આવ્યા સામે

પાટણની (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં આજે શરમજનક ઘટના બની હતી. જૂની અદાવતને લઈને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આથી, વિદ્યાનાં ધામમાં ગુંડાગીરીનાં દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ એટલી હદ્દે બગડી હતી કે યુનિ. કેમ્પસમાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે (Patan Police) મારઝૂડ કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

આ પણ વાંચો – Rajkot : હીરાસર એરપોર્ટ ફરી ચર્ચામાં, નામકરણને લઈ સાંસદ પરિમલ નથવાણીએ કરી ખાસ રજૂઆત

યુનિ. માં તિક્ષ્ણ હથિયાર વડે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

પાટણની (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં (HNGU) કેમ્પસમાં ગઈકાલે કુલપતિનાં નિવાસ્થાન પાસેથી વિદેશી દારૂની (Foreign Liquor) ખાલી બોટલો મળી આવતા ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે, આજે યુનિવર્સિટીમાં વધુ એક શરમજનક ઘટના બની છે. બે દિવસ પહેલા વહીવટી ભવનની અંદર ધક્કામૂકી થવાની બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ વાતની અદાવત રાખીને આજે વિદ્યાર્થીઓનાં બે જૂથ સામસામે આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થી પાસે તીક્ષ્ણ હથિયાર પણ હતા.

આ પણ વાંચો – Bhavnagar: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્ની નીકળી હોશિયાર

મામલો થાળે પાડવા યુનિ. માં પોલીસ બોલાવી પડી

વિદ્યાર્થીઓએ એકબીજા સાથે મારઝૂડ કરતા યુનિવર્સિટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ વિદ્યાર્થી ઝગડ્યા હતા. વિદ્યાર્થીઓની બબાલનાં કારણે યુનિવર્સિટીમાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે યુનિવર્સિટીમાં મારઝૂડ કરતા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાટણ NSUI દ્વારા યુનિવર્સિટીનાં કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, કુલપતિનાં નિવાસ્થાન પાસેથી વિદેશી દારૂની (Foreign Liquor) ખાલી બોટલો મળી આવી હતી. આ કારણે હવે ભારે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો –VADODARA : બે સંતાનોનો વ્યસની પિતા ખોટું કામ કરતો, અભયમે કર્યો સીધો દોર

Whatsapp share
facebook twitter