- પાટણની (Patan) HNGU માં ફરી સામે આવી લાંછનરૂપ ઘટના
- કુલપતિનાં નિવાસ્થાન પાસેથી મળી વિદેશી દારૂની બોટલો
- પાટણ NSUI દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં મસમોટો ઘટસ્ફોટ થયો
- સિક્યુરિટી, CCTV હોવા છતાં યુનિ.માં દારૂની મહેફિલ થાય છે ?
પાટણ (Patan) જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ફરી એકવાર ચર્ચામાં આવી છે. કુલપતિનાં નિવાસસ્થાન પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાટણ NSUI એ યુનિવર્સિટીનાં કમ્પાઉન્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું, જેમાં આ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ મામલે હવે ભારે વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો – Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!
HNGU માં કુલપતિનાં નિવાસ્થાન પાસેથી વિદેશી દારૂની બોટલો મળી
પાટણ (Patan) જિલ્લામાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) મોટા વિવાદમાં સપડાઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પાટણ NSUI દ્વારા યુનિવર્સિટીનાં કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, કુલપતિનાં નિવાસ્થાન પાસેથી વિદેશી દારૂની (Foreign Liquor) ખાલી બોટલો મળી આવી હતી. આ કારણે હવે ભારે વિવાદ સર્જાયો છે. સાથે જ કેટલાક સવાલ પણ થઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ માત્ર સિક્યુરિટી ગાર્ડ તેમ જ CCTV કેમેરા પાછળ કરવામાં આવે છે છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવી ? તે પણ એક મોટો સવાલ છે.
– પાટણની HNGU માં ફરી સામે આવી લાંછનરૂપ ઘટના
– કુલપતિનાં નિવાસ્થાન પાસેથી મળી વિદેશી દારૂની બોટલો
– પાટણ NSUI દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં મસમોટો ઘટસ્ફોટ થયો
– સિક્યુરિટી, CCTV હોવા છતાં યુનિ.માં દારૂની મહેફિલ થાય છે ?
– શું દારૂની મહેફિલમાં સત્તાધિશોની પણ સંડોવણી છે ?
– ભૂતકાળમાં…— Gujarat First (@GujaratFirst) September 26, 2024
આ પણ વાંચો – Gujarat Politics : ફરી એકવાર શંકરસિંહ ‘બાપુ’ વધારશે BJP અને Congress નું ‘Tension’ !
વિદ્યાર્થીઓમાં રોષ સાથે અનેક સવાલ
આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં અનેક સવાલ ઊભા થયા છે. શું યુનિવર્સિટીનાં (HNGU) જવાબદાર સત્તાધીશોની કોઈની સંડોવણીથી વિદેશી દારૂની બોટલો વિદ્યાનાં ધામમાં આવી રહી છે ? વિદેશી દારૂની ખાલી બોટલો NSUI ને દેખાઈ તો બાજુમાં રહેતા કુલપતિને કેમ નહીં ? શું આ અંગે યોગ્ય કાર્યવાહી કરી જવાબદારો સામે કાર્યવાહી કરાશે અને કરાશે તો ક્યારે ? તેવા સવાલ વિદ્યાર્થી વચ્ચે થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ભૂતકાળમાં પણ યુનિવર્સિટીમાં વિદેશી દારૂની (Foreign Liquor) ખાલી બોટલો NSUI એ ઝડપી પાડી હતી.
આ પણ વાંચો – Pavagadh : નવરાત્રિ બંદોબસ્તની ચેકિંગ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત, અનેક રહસ્ય