+

Paris Olympics2024 : તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન, રાઉન્ડ ઓફ 64માં મળી હાર

તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન રાઉન્ડ ઓફ 64માં મળી હાર બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હાર   Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અભિયાનનો આજે 5મો દિવસ છે. આજનો દિવસ…
  • તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન
  • રાઉન્ડ ઓફ 64માં મળી હાર
  • બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હાર

 

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અભિયાનનો આજે 5મો દિવસ છે. આજનો દિવસ ભારત માટે કેટલાક વધુ મેડલ તરફ આગળ વધવાનો દિવસ હશે. ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, તીરંદાજી, બેડમિન્ટન જેવી રમતોમાં મેચ જીતીને મેડલની નજીક પહોંચી શકે છે. ત્યારે બીજી તરફ તરુણદીપ રાય પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટમાંથી બહાર છે. રાઉન્ડ ઓફ 64માં તેને ગ્રેટ બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

તરુણદીપ રાય થયો બહાર

તરુણદીપ રાય પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટમાંથી બહાર છે. રાઉન્ડ ઓફ 64માં તેને ગ્રેટ બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. તરુણદીપ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું. પ્રથમ સેટમાં બંને તીરંદાજોએ સમાન પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે બીજા સેટમાં હાર બાદ તરુણદીપ 1-3થી પાછળ રહી ગયો હતો. આ પછી, તેણે ત્રીજા સેટમાં પુનરાગમન કર્યું, પરંતુ ચોથા સેટમાં ફરીથી હારનો સામનો કરવો પડ્યો અને મેચ 3-5 પર આવી ગઈ. પાંચમાં સેટમાં બંનેને એક-એક પોઈન્ટ મળ્યો અને હોલ મેચ જીતી ગયો. આ સાથે તરુણદીપ રાઉન્ડ ઓફ 64માંથી બહાર થઈ ગયો હતો.

ટોમ હોલે ચોથો સેટ જીત્યો હતો

આ મેચ ઉતાર-ચઢાવથી ભરેલી હતી. ટોમ હોલે ચોથો સેટ જીતી લીધો છે અને તે હવે 5-3થી આગળ છે. તરુણદીપ રાયે આ અંતિમ સેટ જીતીને આ મેચને ટાઈબ્રેકરમાં લઈ જવી પડશે.

 

તરુણદીપે ત્રીજો સેટ જીત્યો હતો

તરુણદીપ રાયે શાનદાર વાપસી કરી હતી. 9,10,9 શોટ ફટકારીને ત્રીજો સેટ 28-25થી જીત્યો હતો. આ મેચનું ભાગ્ય બદલી શકે છે. હવે ગેમ 3-3 થી બરાબર છે.

આ પણ  વાંચો paris olympics 2024:ટેબલ ટેનિસમાં ભારતેને મળી નિરાશા, મનિકા બત્રાને મળી હાર

આ પણ  વાંચો – Paris Olympic 2024 : Jehanara Nabi ના સ્વિમસૂટ પર પાકિસ્તાનમાં શરૂ થયો વિવાદ

આ પણ  વાંચો Paris Olympic 2024 Day 5 : આજે ભારતીય ખેલાડીઓનો રહ્યો દબદબો

 

Whatsapp share
facebook twitter