- Pakistan માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- પ્રેમમાં પાગલ યુવતીએ પોતાના પરિવારને ઉતાર્યો મોતને ઘાટ
- યુવતીએ તેના પ્રેમીની મદદથી ખાવામાં ઝેર ભેળવ્યું – પોલીસ અધિકારી
પાકિસ્તાન (Pakistan)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ પોતાના પ્રેમ ખાતર પોતાના આખા પરિવારને બરબાદ કરી દીધો. પોલીસે જણાવ્યું કે પાકિસ્તાન (Pakistan)ના સિંધ પ્રાંતમાં એક યુવતીની તેના પરિવારના 13 સભ્યોની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, યુવતીનો પરિવાર તેની મરજી મુજબ તેના લગ્ન કરાવવા તૈયાર નહતો. પોલીસે વધુમાં જણાવ્યું કે, આ મૃત્યુ 19 ઓગસ્ટના રોજ ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુવતી જ્યારે તેના પરિવારે તેને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.
ભોજન ખાધા બાદ તમામ 13 સભ્યો બીમાર પડ્યા…
પોલીસે જણાવ્યું કે આ પછી તેણે તેના પ્રેમી સાથે મળીને તેના માતા-પિતા સહિત પરિવારના સભ્યોને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું. ખૈરપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી ઇનાયત શાહે કહ્યું, ‘ભોજન ખાધા પછી તમામ 13 સભ્યો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તમામના મોત થઈ ગયા. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ લોકોનું મોત ઝેરી ખોરાકને કારણે થયું છે.
Pakistani Girl Arrested For Killing 13 Members of Her Family
— Kashmir Life (@KashmirLife) October 7, 2024
આ પણ વાંચો : Hamas Attack ને 1 વર્ષ પૂર્ણ, યુદ્ધ ઠરશે કે વધુ વકરશે…?
ઝેર ભેળવ્યું હોવાનું સ્વીકાર્યું…
તેણે કહ્યું કે, જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો જાણવા મળ્યું કે દીકરી અને તેના પ્રેમીએ ઘરમાં રોટલી બનાવવા માટે વપરાતા ઘઉંમાં ઝેર ભેળવ્યું હતું. શાહે કહ્યું, ‘યુવતી ગુસ્સામાં હતી કારણ કે તેનો પરિવાર તેની પસંદના છોકરા સાથે તેના લગ્ન કરવા તૈયાર ન હતો.’ તેણે કહ્યું, ‘યુવતીએ તેના પ્રેમીની મદદથી ઘઉંમાં ઝેર ભેળવ્યું હોવાનું કબૂલ્યું છે.’
આ પણ વાંચો : Mohammad Muizu ભારત આવતા જ પલટી ગયા, વાંચો શું કહ્યું
આવો કિસ્સો અગાઉ પણ સામે આવ્યો હતો…
ગયા વર્ષે જૂન મહિનામાં પણ પાકિસ્તાન (Pakistan)માંથી આવો જ એક મામલો સામે આવ્યો હતો. જેમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લગ્નના વિવાદને લઈને એક જ પરિવારના નવ સભ્યોને સંબંધીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના મલાકંદ જિલ્લાના બટખેલા તાલુકામાં બની હતી અને ત્રણ મહિલાઓ અને છ પુરુષો સહિત એક પરિવારના નવ સભ્યોને સંબંધીઓએ ગોળી મારી હતી જ્યારે તેઓ સૂતા હતા.
આ પણ વાંચો : Khamenei નો જમણો હાથ ગણાતો આ શખ્સ રહસ્યમય સંજોગોમાં લાપતા…