- નવસારીમાં હોટેલમાં ગયેલી યુવતીનાં મોતનો કેસ!
- યુવતીનાં રહસ્યમય મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો!
- શરીર સંબંધ બાંધતા વધુ રક્તસ્ત્રાવ થવાથી મોત!
- પીએમ રિપોર્ટ મુજબ, સંબંધ બાંધતા ગુપ્ત ભાગમાં ઈજા થઈ હતી
- તાત્કાલિક હોસ્પિટલ લાવત તો, બચવાની શક્યતા હતી
નવસારીમાં (Navsari) થોડા દિવસ પહેલા પ્રેમી દ્વારા પ્રેમિકાને હોટેલમાં લઈ જઈ શારિરીક સંબંધ બાંધતા સમયે પ્રેમિકાનું મોત નીપજ્યું હોવાનાં મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ મુજબ, યુવતીને સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના રહસ્યમય મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો!
પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીમાં (Navsari) ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટેલમાં ભાર્ગવ પટેલ (Bhargav Patel Case) નામનો યુવક તેની પ્રેમિકા સાથે અગંત પળો માણવા ગયો હતો. દરમિયાન, યુવકે શરીર સંબંધ બાંધતા પ્રેમિકાનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈ ગભરાયેલા ભાર્ગવ ખૂબ જ ગભરાઈ ગયો હતો. ઓનલાઇન સર્ચ કરી ભાર્ગવ લોહી બંધ કરવાનાં પ્રયાસ શોધવા લાગ્યો હતો. રક્તસ્ત્રાવ બંધ કરવાનાં ઉપાય શોધવા-શોધવામાં 2 કલાક જેટલો સમય વીતી ગયો હતો. આ પછી, ભાર્ગવે તેના મિત્રને ફોન કરી હોટેલ પર બોલાવ્યો હતો.
આ પણ વાંચો – Navsari: બોયફ્રેંડ સાથે હોટલમાં ગયેલી યુવતીનું શરીરસુખ માણતા થયું મોત…
સમયસર સારવાર ન મળતા યુવતીનાં મોતનો ઘટસ્ફોટ
ત્યારબાદ, ભાર્ગવ અને તેનો મિત્ર યુવતીને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતું, ફરજ પરનાં તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ, હોસ્પિટલ તરફથી પોલીસને (Navsari Police) જાણ કરવામાં આવી. સાથે જ મૃતક યુવતીનાં માતા-પિતાને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને પેનલ પીએમ કરાવ્યું હતું. ત્યારબાદ, યુવતીનાં પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભાર્ગવ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – Ahmedabad : SG હાઇવે પર ફરી એકવાર ‘Hit and Run’, શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત
પ્રેમિકાનાં ગુપ્તાંગમાંથી વધુ પડતો રક્તસ્ત્રાવ થતાં થયું મોત
પોલીસનાં કહેવા મુજબ, પ્રેમી ભાર્ગવ તેની પ્રેમિકાને હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં શરીર સંબંધ બાંધવા જતાં યુવતીનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને એ પછી વધુ પડતું રક્તસ્ત્રાવ થતાં તેનું મોત નીપજ્યું હતું. જો ભાર્ગવ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લાવ્યો હોત તો, યુવતીને બચાવી શકાઈ હોત. પરંતુ, આવું કરવાને બદલે 2 કલાક સુધી અલગ-અલગ ઉપાયો શોધવામાં વધુ પડતું લોહી વહી ગયું હતું. એ પછી યુવક પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતું, લોહી એટલી હદે વહી ગયું હતું કે સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ BNS 105 અને 238 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો – Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video