- મોહમ્મદ મુઈઝુએ ભારતની મુલાકાત દરમિયાન મોટું નિવેદન આપ્યું
- ચીન સાથે માલદીવના સંબંધો ભારતની સુરક્ષા પ્રાથમિકતાઓને અસર કરશે નહીં
- ભારત માલદીવનું મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે
Mohammad Muizu : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohammad Muizu ) ભારતની મુલાકાતે છે. તેઓ રવિવારે દિલ્હી પહોંચ્યા હતા, જે દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝ્ઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જો કે, આ પહેલીવાર છે જ્યારે મુઇઝુ બંને દેશો વચ્ચેના પરસ્પર હિતોની ચર્ચા કરવા ભારત આવ્યા છે.
માલદીવ ક્યારેય ભારતની સુરક્ષાને અસર થવા દેશે નહીં
મોહમ્મદ મુઈઝુએ ભારતની મુલાકાત દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ચીનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માલદીવ ક્યારેય ભારતની સુરક્ષાને અસર થવા દેશે નહીં. તેમણે કહ્યું કે, ભારત માલદીવનો મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમારો સંબંધ પરસ્પર સન્માન અને સામાન્ય હિત પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, મુઈઝુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો—હવે અકલ ઠેકાણે આવી! સંબંધ સુધારવા માલદીવના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ભારત
ચીન સાથે માલદીવના સંબંધો ભારતની સુરક્ષા પ્રાથમિકતાઓને અસર કરશે નહીં
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે મોહમ્મદ મુઈઝુને પૂછવામાં આવ્યું કે તમે ચીન સાથે કામ કરી રહ્યા છો તો શું ભારત વિશ્વાસ કરી શકે છે કે માલદીવ એવું કંઈ નહીં કરે જેનાથી ભારતના સંરક્ષણ હિતોને અસર થાય. પ્રશ્નના જવાબમાં માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું, ચીન સાથે માલદીવના સંબંધો ભારતની સુરક્ષા પ્રાથમિકતાઓને અસર કરશે નહીં. માલદીવ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતની સુરક્ષાને નુકસાન થાય. ભારત માલદીવનું મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે અને અમારા સંબંધો પરસ્પર આદર અને સામાન્ય હિતો પર આધારિત છે. અમે વિવિધ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે અમારો સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી અમારી ક્રિયાઓ અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે સમાધાન ન કરે.
EAM Jaishankar meets President Muizzu, appreciates his commitment to enhance bilateral ties
Read @ANI Story | https://t.co/q3oHRNWyzq#Jaishankar #Maldives #MohamedMuizzu #PMModi pic.twitter.com/FP7avzQ9mU
— ANI Digital (@ani_digital) October 6, 2024
મૈત્રીપૂર્ણ સંબંધોમાં ગતિ આવશે
વિદેશ મંત્રી એસ. જયશંકર રવિવારે ભારતની દ્વિપક્ષીય મુલાકાતે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુઈઝુની વાતચીત આપણા મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગ દરમિયાન, મુઇઝુ અને જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા પર વિગતવાર વાત કરી.
મુઈઝુએ ઈન્ડિયા આઉટનો નારા આપ્યો હતો, પછી પીછેહઠ કરી હતી
મોહમ્મદ મુઈઝૂ ચીન સાથે નિકટતા બતાવીને અને ‘ઈન્ડિયા આઉટ’ ના નારા લગાવીને માલદીવમાં સત્તા પર આવ્યા. તેણે આવા ઘણા નિર્ણયો લીધા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. જોકે, હવે મુઈઝુએ પોતાનો સૂર બદલ્યો છે.
ભારત-માલદીવના સંબંધો તંગ છે
તમને જણાવી દઈએ કે ચીન તરફ ઝુકાવ ધરાવતા મુઈઝુએ ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવ જોવા મળ્યો હતો. માલદીવના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી ત્યારે તણાવ વધુ વધી ગયો. આ પછી મુઈઝુએ ભારતીય સેનાને માલદીવ પાછા ફરવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો––Mohamed Muizzu કેમ પીએમ મોદીને મળવા આવી રહ્યા છે! જાણો