+

Mehsana LCB : બોલો…હવે જીરું અને વરિયાળી પણ નકલી…

મહેસાણામાં શંકાસ્પદ નકલી જીરૂં અને વરિયાળીની ફેક્ટરી પર રેડ 74 લાખનું શંકાસ્પદ જીરું અને વરિયાળી સીઝ કરાયું મહેસાણા LCB પોલીસે ઉંઝામાં કરી કાર્યવાહી સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો કલર!…
  • મહેસાણામાં શંકાસ્પદ નકલી જીરૂં અને વરિયાળીની ફેક્ટરી પર રેડ
  • 74 લાખનું શંકાસ્પદ જીરું અને વરિયાળી સીઝ કરાયું
  • મહેસાણા LCB પોલીસે ઉંઝામાં કરી કાર્યવાહી
  • સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો કલર!
  • ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું પેકિંગ!

Mehsana LCB : નકલી ખાદ્ય પદાર્થોની ભરમાર વધી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસે (Mehsana LCB) શંકાસ્પદ જીરું અને વરિયાળીનો મોટો જથ્થો ઝઢપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા LCB પોલીસે ઉંઝામાં દાસજ રોડ પરથી ફેકટરી અને ગોડાઉનમાં દરોડો પાડીને 74 લાખનું શંકાસ્પદ જીરું અને વરિયાળીનો જથ્થો સીઝ કર્યો હતો

ફેક્ટરીમાં શંકાસ્પદ નકલી જીરું અને શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો મળી આવ્યો

મહેસાણા LCB પોલીસે ઉંઝામાં દાસજ રોડ પર આવેલી ફેક્ટરી અને ગોડાઉનમાં દરોડો પાડતાં પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. ફેક્ટરીમાં શંકાસ્પદ નકલી જીરું અને શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા 74 લાખનું શંકાસ્પદ જીરું અને વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો—Gandhinagar: દહેગામના ગલુદર ગામમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

સૂકી વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો

પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સૂકી વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હતો અને ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી સરસ રીતે પેકીંગ કરાતું હતું.

ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર લગાડવામાં આવતો

જ્યારે ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર લગાડવામાં આવતો હતો. પોલીસ આ દ્રષ્ય જોઇને ચોંકી ગઇ હતી. હતો. LCB પોલીસે દરોડો પાડ્યો હતો જ્યારે ફૂડ વિભાગ અને FSL વિભાગે સ્થળ પરથી સેમ્પલ લીધા હતા. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.હાલ તો પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

85 બોરી શંકાસ્પદ જીરું અને 1615 બોરી શંકાસ્પદ વરિયાળીનો જથ્થો

પોલીસે સ્થળ પરથી 85 બોરી શંકાસ્પદ જીરું અને 1615 બોરી શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જ્યારે 809 બોરી વરિયાળીનું ભૂસુ તથા 7 બોરી ભૂખરો પાવડર જપ્ત કર્યો હતો જ્યારે 1 બેરલ ગોળની રસી મળી હતી. પોલીસે કુલ 74,08,100 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

આ પણ વાંચો–Sasangir: આજથી વનરાજના કરી શકશો દર્શન

Whatsapp share
facebook twitter