- Madhya Pradesh ઉજ્જૈનમાં ચોંકાવનારી ઘટના
- ઉજ્જૈનમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા
- પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈનમાં શુક્રવારે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ પૂર્વ કાઉન્સિલરની હત્યાનો આરોપ તેની પત્ની અને બે પુત્રો પર લગાવ્યો છે. જે બાદ પોલીસે તેની પત્ની અને નાના પુત્રને કસ્ટડીમાં લીધા હતા. મોટો પુત્ર હજુ ફરાર છે.
ઘટના પહેલા CCTV કેમેરા બંધ હતા…
આ ઘટના શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. 60 વર્ષીય હાજી કલિમ ખાન ઉર્ફે ગુડ્ડુને સવારે 5 વાગ્યે નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વઝીર પાર્ક કોલોનીમાં તેમના ઘરે માથામાં ચારથી વધુ ગોળી મારી દેવામાં આવી હતી. ઘટના પહેલા ઘરના તમામ CCTV કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
उज्जैन कांग्रेस के वरिष्ठ नेता पूर्व पार्षद हाजी कलीम गुड्डू की आज शुक्रवार प्रातः 5:00 बजे उनके निवास पर गोली मारकर हत्या pic.twitter.com/NbYIvRZftB
— Ashok devda महाकाल की नगरी उज्जैन (@AsHoKDevDa7799) October 11, 2024
આ પણ વાંચો : Akhilesh Yadav જીદ પર અડગ, ઘરની બહાર RPF તૈનાત… Video
જમીન વિવાદને કારણે હત્યા…
અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસે તેની પત્ની નીલોફર અને નાના પુત્ર આસિફને કસ્ટડીમાં લીધા છે, જ્યારે મોટો પુત્ર દાનિશ ફરાર છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે પરિવારની જમીન વિવાદને કારણે હત્યા થઈ છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા ખાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે ગુડ્ડુએ તેની પત્ની અને પુત્રોને છેલ્લા 12 વર્ષથી મિલકતમાંથી કાઢી મૂક્યા હતા. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના CM મોહન યાદવ ગઈકાલે ઉજ્જૈનમાં હતા અને તે દરમિયાન આ ગોળીબારની ઘટના બની હતી.
આ પણ વાંચો : આ શું બોલ્યા RSS નેતા ભૈયાજી જોશી, Video
અઠવાડિયા પહેલા પણ હુમલો થયો હતો…
આ પહેલા 4 ઓક્ટોબરે હુમલાખોરોએ ગુડ્ડુ કાલિમ પર મોર્નિંગ વોક દરમિયાન પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. જે બાદ તેણે 7 મી ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં તેણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. નીલગંગા પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : IMD : મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યમાં ભારે વરસાદની આગાહી,IMDનું એલર્ટ જાહેર