- મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી
- અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા
- ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટો ઈનસ્ટાગ્રામ પર મોકલ્યા
Kutch Love Jihad Case : દેશમાં અવાર-નવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે હવે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં ફરી એકવાર કચ્છમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. કચ્છની સગીરા કે જેને મોબાઈલમાં ગેમ રમવાની આદત હતી. તે આદત તેને એટલી ભારે પડી કે તેણે ક્યારેય પણ પરિણામની કલ્પના પણ નહીં કરી હોય.
મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી
પ્રાથમિક વિગતો મુજબ મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામનો એક પરિવાર વર્ષોથી મુંબઈ સ્થાયી છે. ત્રણ વર્ષ અગાઉ પરિવારની પુત્રી ફ્રી ફાયર મેક્સ નામની ઓનલાઈન ગેમ રમતાં રમતાં જીગર નામની આઈડી ધરાવતાં અન્ય એક પ્લેયરના કોન્ટેક્ટમાં આવી હતી. ત્યારે યુવતી ઘણી વખત જીગર નામના પ્લેયર સાથે મળીને ગેમ રમતી હતી. જોકે બાદમાં બે વચ્ચે સ્નેપચેટ પર ચેટિંગ શરૂ થઈ હતી.
આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ રાજ્યમાં 115 જગ્યાએથી રૂ. 6.5 કરોડનો જથ્થો કર્યો જપ્ત
અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા
ત્યારે જીગર પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટો અવારનવાર યુવતીને મોકલતો હતો. વર્ચ્યુઅલ સંપર્ક વાસ્તવિક મુલાકાત બાદ પ્રેમ સંબંધમાં ફેરવાયો હતો. ત્યારે મુંબઈમાં બે વખત જીગરે યુવતી એકલી હોય, ત્યારે તેના ઘેર જઈને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે બાદમાં યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે યુવકે ભાંડો ફોડ્યો હતો કે પોતે જીગર નહીં પણ જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ છે. અપરિણીત જીયાદે યુવતીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરી લેવા જણાવ્યું હતું. તે પછી યુવતીએ જીયાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. તેમ છતાં જીયાદ યુવતને મળવા માટે અનેક પ્રયાસો કરતો હતો.
ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટો ઈનસ્ટાગ્રામ પર મોકલ્યા
તેથી યુવતી અને તેનો પરિવાર તેનાથી કંટાળીને કચ્છ રહેવા માટે આવી ગયો હતો. અહીં આવીને યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ યુવતીએ જીયાદનો નંબર બ્લોક કરી દેતાં જીયાદ ઉશ્કેરાયો હતો. જીયાદે યુવતીના ભાઈના નામની ફેક આઈડી બનાવીને તેના જ ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટોગ્રાફ મોકલી ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યાં હતાં. આ વાયરલ ફોટો અંગે જાણ થતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જીયાદથી કંટાળીને યુવતી તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. ત્યારે આજરોજ પોલીસે પુનામાંથી આરોપીને પકડી પાડીને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્રે કરી સીલ, જાણો કારણ