+

માતાના મઢે જતા યાત્રાળુઓને કાળ ભરખી ગયો, 3 લોકોના મોત

યાત્રાળુઓના ટ્રેક્ટરને એક કારે ટક્કર મારી આશરે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી Kutch Accident News : કચ્છમાં માતાના મઢ…
  • યાત્રાળુઓના ટ્રેક્ટરને એક કારે ટક્કર મારી
  • આશરે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
  • અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી

Kutch Accident News : કચ્છમાં માતાના મઢ માટે દર્શન કરવા નીકળેલા યાત્રાળુઓને કાળ ભરખી ગયો છે. આ યાત્રાળુઓ ટ્રેક્ટરમાં બેસીને માતાના મઢે દર્શન કરવા માટે જતા હતાં. ત્યારે આ ટ્રેક્ટરને પૂરપાટે આવતી એક કારે ભયાવહ ટક્કર મારી હતી. જેના કારણે ટ્રેક્ટરમાં સવાર 3 લોકોનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો આ મામલે સામખીયાળી ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી આગળ તજવીજ હાથ ધરી છે.

આશરે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા સામખીયાળી ભચાઉ હાઇવે પર કટારીયા એકતા હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે હાઈવે પર જતા યાત્રાળુઓના ટ્રેક્ટરને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે 3 લોકોના મોત ઘટનાસ્થળે નિપજ્યા હતાં. તો આશરે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેથી ઈજાગ્રસ્ત લોકોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારાવાર માટે ખસેડ્યા છે.

આ પણ વાંચો: Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો

 

અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી. એક સાથે 3 સભ્યોના મોત થતાં શોક માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો: VADODARA : નિરાધાર ચક્ષુ દિવ્યાંજગનો માટે 24 કલાક કાર્યરત એકમાત્ર વૃદ્ધાશ્રમ

Whatsapp share
facebook twitter