- Kutch નાં કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીની ઘટના
- ટાંકા અંદર સફાઇ કામ કરી રહેલા 5 શ્રમિકોના મોત
- ગેસ ગળતરનાં લીધે મોત થયા હોવાની માહિતી
- દરેકને રૂ. 10 લાખનું વળતર આપવા કંપનીની જાહેરાત!
કચ્છ (Kutch) જિલ્લાનાં કંડલામાં આવેલી ઇમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકા અંદર સફાઇ કામ કરી રહેલા 5 શ્રમિકોનાં ગેસ ગળતરનાં લીધે મોત થયા હોવાની ગોઝારી ઘટના બની હતી, જેમાં હવે મૃતકોનાં પરિવારને રૂ. 10 લાખનું વળતર કંપની દ્વારા ચુકવવામાં આવશે એવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો – Kandla: ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોતથી હાહાકાર
તમામ મૃતક પરપ્રાંતિય, મૃતદેહોને વતન મોકલાશે
કચ્છ (Kutch) જિલ્લાનાં કંડલામાં (Kandla) આવેલી ઇમામી એગ્રો ટેક કંપનીની ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતું. તમામનાં મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં (Rambagh Government Hospital) ખસેડવામાં આવ્યા હતા. તમામ શ્રમિકો પરપ્રાંતિય હતા. આ બનાવમાં મૃતદેહોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
– Kutch નાં કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીની ઘટના
– ટાંકા અંદર સફાઇ કામ કરી રહેલા 5 શ્રમિકોના મોત
– ગેસ ગળતરનાં લીધે મોત થયા હોવાની માહિતી
– દરેકને રૂ. 10 લાખનું વળતર આપવા કંપનીની જાહેરાત!
– જવાબદારો સામે પગલાં લેવા પરિવારજનોની માગ#Kutch #Kandla #Compensation #GujaratFirst…— Gujarat First (@GujaratFirst) October 16, 2024
આ પણ વાંચો – Banaskantha : વાવમાં ‘વટની લડાઈ’ ને લઈ BJP-કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની રેસમાં આ નામ આગળ!
મૃતકોનાં પરિવારને રૂ.10 લાખનું વળતર!
પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ સમગ્ર બનાવમાં કંપની (Emami Agro Tech Company) દ્વારા મૃતકોનાં પરિવારને રૂ.10 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની પરિવારજનોએ માગ કરી છે. સેફ્ટી મુદ્દે પણ અનેક સવાલ ઊભા થવા પામ્યા છે. અવારનવાર બનાવો બને છે ત્યારે જવાબદારો સામે કેમ પગલાં ભરવામાં આવતા નથી ? તેવા સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો – Ahmedabad : ગેનીબેન અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના નિવેદને ચર્ચા જગાડી!