+

Kheda: નરાધમી પાડોશીએ સગીર વયની 4 બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું નરાધમીએ બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિઓ પણ ઉતાર્યોઃ સૂત્રો Kheda: ગુજરાતમાં ફરી એકવાર દુષ્કર્મની…
  1. ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના
  2. 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું
  3. નરાધમીએ બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિઓ પણ ઉતાર્યોઃ સૂત્રો

Kheda: ગુજરાતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરત અને વડોદરા બાદ અત્યારે ખેડા (Kheda)માં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, માતર તાલુકાના વસો પંથકમાં નરાધમ પડોશીએ સગીર વયની એક બે નહીં પરંતુ 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક નરાધમ હેવાન પડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બાબા સિદ્દિકી પર થયેલા ગોળીબારમાં એક અન્ય શખ્સ પણ થયો ઈજાગ્રસ્ત, જાણો પૂરી વિગત

એક બે નહીં પરંતુ 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું

ચોંકાવનારી વાત એ છે કે, આ નરાધમીએ બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિઓ પણ ઉતાર્યો હોવાની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબ્જે લઇ વીડિઓ મેળવી તપાસની તજવીજ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, ખેડા જીલ્લા પોલીસ, LCB અને Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે. અત્યારે વસો પોલીસ દ્વારા આ દુષ્કર્મ મામલે તપાસ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: બે લૂંટારૂઓ રિવોલ્વર બતાવીને 80 લાખ રૂપિયા લૂંટી ગયા, આંગડિયા પેઢીને રોવાનો વારો

પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

વડોદારમાં પણ દુષ્કર્મની ઘટના બની હતી, જે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ સુરતમાં પણ ગેંગરેપની ઘટના બની હતી. જે મામલે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પોલીસ આકરી કાર્યવાહી કરી રહીં છે છતાં પણ નરાધમીઓ સુધરવાનું નામ લઈ નથી રહ્યાં છે. ખેડામાં પણ અત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના બની છે. ચોંકાવનારી વાત છે કે, નરાધમીએ ચાર નાની બાળકીઓ સાથે દુષ્ક્રમ આચર્યું હોવનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: બાબા સિદ્દિકી પર થયેલા ગોળીબારમાં એક અન્ય શખ્સ પણ થયો ઈજાગ્રસ્ત, જાણો પૂરી વિગત

Whatsapp share
facebook twitter