+

Kheda : વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ

ખેડનાં કઠલાલમાં વિધર્મી શિક્ષક હેવાન બન્યો શિક્ષકે ધો. 4 ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કર્યા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી ખેડા (Kheda) જિલ્લામાંથી શિક્ષણ જગતને લાંછન લગાડે એવી…
  1. ખેડનાં કઠલાલમાં વિધર્મી શિક્ષક હેવાન બન્યો
  2. શિક્ષકે ધો. 4 ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કર્યા
  3. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી

ખેડા (Kheda) જિલ્લામાંથી શિક્ષણ જગતને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કઠલાલ (Kathlal) પંથકનાં એક ગામે વિધર્મી શિક્ષકે ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિની પર નજર બગાડી બળજબરીપૂર્વક શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધીને શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાજલ હિન્દુસ્તાનીએ (Kajal Hindustani) પણ આ મામલે સૌનું ધ્યાન દોરી આરોપીને કડક સજા કરવા માગ કરી છે.

વિદ્યાર્થિનીને સાફ-સફાઈ કરવાનાં બહાને રૂમમાં બોલાવી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ખેડા (Kheda) જિલ્લાનાં કઠલાલ (Kathlal) તાલુકાનાં પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમૂદમિયાં સૈયદ (ઉ.વ. 50) પોતે આ તાલુકાનાં એક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 31 ઓગસ્ટને શનિવારનાં રોજ સવારની ડ્યૂટી હોવાથી અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ-સફાઈ કરવાનાં બહાને શાળામાં ધોરણ 4 માં ભણતી 9 વર્ષની વિદ્યાર્થિનીને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ બળજબરીપૂર્વક શારિરીક અડપલાં અને છેડતી કરી હતી.

પીડિત વિદ્યાર્થિનીએ ઘરે આવી માતા-પિતાને આપવીતી વર્ણવી

હવસખોર શિક્ષકની કરતૂતનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ આ બાબતે ઘરે આવી રડતા-રડતા પોતાનાં માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરી હતી, જે સાંભળીને માતા-પિતાનાં પગતળેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાનાં માતા-પિતાએ તુરંત કઠલાલ પોલીસ મથકે (Kathlal Police Station) પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પીડિત બાળકી અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે ગ્રામજનો અને હિન્દુ ધર્મ સેનાનાં આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે પણ મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરી નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદની ધરપકડ કરી હતી. આ બાબતે ડીવાયએસપી વી.એન. સોલંકીએ જણાવ્યું કે, છેડતી, શારિરીક અડપલાંની ફરિયાદ નોધાઈ છે. હાલ, પોલીસની તપાસ ચાલુ છે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Kheda: વિધાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર હેનાન શિક્ષકને કરાયો સસ્પેન્ડ

કાજલ હિન્દુસ્તાનીએ પણ કરી આ માગ

આ હચમચાવે એવા સમગ્ર મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીએ (Kajal Hindustani) પણ ટ્વીટ કરી લોકોનું ધ્યાન દોર્યું છે. તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghavi), નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) અને એનસીપીસીઆરનાં ચેરપર્સન પ્રિયંક કાનૂનગોને બાળકોની સુરક્ષા અંગે કડક નિર્ણય લેવા અને આરોપી નરાધમ શિક્ષકને કડક સજા કરવા માગ કરી છે.

આ પણ વાંચો – Teachers’ Day 2024 : આજે દેશભરનાં 16 શિક્ષકને અપાશે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’, ગુજરાતમાંથી એકમાત્ર ટીચર થશે સન્માનિત

આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડેઃ કઠલાલ બાર એસોસિઅન

નોંધનીય છે કે, આ કેસ મામલે કઠલાલ (Kheda) બાર એસોસિઅનનાં વકીલોએ પણ નિર્ણય કર્યો હતો કે આ નારધમ શિક્ષકનો કેસ કોઈ વકીલ લડશે નહીં. નરાધમ શિક્ષકને શાળામાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને શાળામાં ભણતા બાળકોનાં વાલીઓ સહિત સમગ્ર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – Chhotaudepur: સફળતા પાછળ ગુરુઓઓ અમૂલ્ય ફાળો, વિદ્યાર્થી માટે હંમેશા સર્વશ્રેષ્ઠ છે આ શિક્ષક

Whatsapp share
facebook twitter