+

ખાલિસ્તાનીઓનો ખુલાસો! તો શું આતંકવાદીઓ ચલાવે છે કેનેડાની સરકાર?

કેનેડાએ 6 ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા ભારતીય રાજદૂતોને હાંકી કાઢવા ન્યાયપૂર્વક નથી આવા જાસૂસી નેટવર્ક ક્યારેય સમાપ્ત થશે નહીં India અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં આવેલો Khalistani…
  • કેનેડાએ 6 ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
  • ભારતીય રાજદૂતોને હાંકી કાઢવા ન્યાયપૂર્વક નથી
  • આવા જાસૂસી નેટવર્ક ક્યારેય સમાપ્ત થશે નહીં

India અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં આવેલો Khalistani Terroristએ એક ખાસ ખુલાસો કર્યો છે. India દ્વારા જાહેર કરવામાં આવેલા Khalistani Terrorist Gurpatwant Singh Pannun એ કેનેડાના વડાપ્રધાન Justin Trudeau સાથે સિધો સંબંધ હોવાની માહિતી જાહેર કરી છે. તે ઉપરાંત Khalistani Terrorist Gurpatwant Singh Pannun એ India વિરોધ અનેક ગુપ્ત માહિતી કેનેડા સરકારને છેલ્લા 3 વર્ષની અંદર પૂરી પાડી છે. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન Justin Trudeau અને કેનેડાની સરકારે પગલા લીધા હતા.

કેનેડાએ 6 ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા

કેનેડાએ ગયા વર્ષે ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યામાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ પછી સોમવારે કેનેડાએ 6 ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ત્યારે કેનેડિયન ચેનલ સીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પન્નુએ કહ્યું કે આ કાર્યવાહી તેમના કહેવા પર કરવામાં આવી છે. અમે શીખો ગુરુના આશીર્વાદથી જીવનના સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ. મૃત્યુની તારીખ એ દિવસે લખવામાં આવે છે જે દિવસે આપણો જન્મ થયો છે, તેથી હું ભારત તરફથી આવતી હત્યાની ધમકીઓ અથવા ભારત સરકાર દ્વારા મારી સામે ઘડવામાં આવતા સતત હત્યાના કાવતરાથી ડરતો નથી.

આ પણ વાંચો: Nigeria : ઈંધણના ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 94 લોકોના મોત

ભારતીય રાજદૂતોને હાંકી કાઢવા ન્યાયપૂર્વક નથી

Khalistani Terrorist Gurpatwant Singh Pannun એ વધુમાં જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા વિક્રમ યાદવની કમાન હેઠળ બનાવવામાં આવેલી સમિતિ તદ્દન પાયાવિહોણી છે. તે ઉપરાંત ભારતીય બંધારણ અમારા માટે માન્ય નથી. આ સમિતિને યુએસ પ્રોસિક્યુશન, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી. પરંતુ મને લાગે છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરનારા ભારતીય રાજદૂતોને માત્ર કેનેડામાંથી હાંકી કાઢવા એ ખાલિસ્તાનીઓ માટે ન્યાયપૂર્વક નથી.

આવા જાસૂસી નેટવર્ક ક્યારેય સમાપ્ત થશે નહીં

Khalistani Terrorist Gurpatwant Singh Pannun એ ઈચ્છે છે કે, કેનેડિયન શીખો તરીકે અમે ઈચ્છીએ છીએ કે વાનકુવર અને ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ કાયમ માટે બંધ રહે. કારણ કે ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા પછી, તે ખાલી જગ્યા ભરવા માટે ભારત અન્ય રાજદ્વારીઓને મોકલશે અને આવા જાસૂસી નેટવર્ક ક્યારેય સમાપ્ત થશે નહીં. અને આ કેનેડાના સંપ્રભુતા માટે સીધો પડકાર છે.

આ પણ વાંચો: ખાલિસ્તાની મુદ્દા પર કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની ચાલાકી, શરૂ થયો વોટ બેંકનો ખેલ?

Whatsapp share
facebook twitter