- ઈઝરાયેલ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યું
- ગાઝામાં શાળા પર હવાઈ હુમલો
- બાળકો સહિત 20 ના મોત
ઈઝરાયેલે (Israel) હવે ગાઝા પટ્ટીમાં પણ શાળાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. 14 ઓક્ટોબરે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ (Israel)ના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા. આમાં ઘણા બાળકો પણ સામેલ છે. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર મધ્ય ગાઝામાં આવેલી શાળા આશ્રયસ્થાન બની રહી. અહીં ઈઝરાયેલે (Israel) રોકેટથી હુમલો કર્યો અને ઓછામાં ઓછા 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ગાઝામાં વર્ષોથી ચાલેલા યુદ્ધથી વિસ્થાપિત થયેલા ઘણા પેલેસ્ટિનિયનોમાંથી કેટલાકને શાળા આવાસ આપી રહી હતી. મૃતદેહોને નુસરતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ બલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે થયેલા હુમલામાં નુસરતમાં બે મહિલાઓ પણ માર્યા ગયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના બોમ્બ ધડાકા અને ગાઝા પરના તેના ભૂમિ આક્રમણમાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જે આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે ભેદ પાડતા નથી.
Scenes show the initial moments of the deadly Israeli airstrike on the displaced people’s tents in the courtyard of Al-Aqsa Hospital in Deir al-Balah, Gaza, that burned innocent people alive.
The screams of innocent women and children in the background are utterly horrifying. pic.twitter.com/g2BqBL5HBS
— Ihab Hassan (@IhabHassane) October 14, 2024
આ પણ વાંચો : IDF ના હુમલાની ભારતે કરી નિંદા, લેબનોનમાં ભારતના 600 સૈનિકો…
ઈઝરાયેલમાં ડ્રોન હુમલો…
ઈઝરાયેલ (Israel)માં ડ્રોન હુમલામાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. બિન્યામિના શહેરમાં ડ્રોન હુમલામાં લગભગ 60 લોકો ઘાયલ થયા હતા અને ચાર સૈનિકો માર્યા ગયા હતા, એમ બચાવ સેવાએ જણાવ્યું હતું. લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇઝરાયેલની અદ્યતન એર-ડિફેન્સ સિસ્ટમ્સ એટલી મજબૂત માનવામાં આવે છે કે ડ્રોન અથવા મિસાઇલ હુમલામાં આટલા લોકો ઘાયલ થવાની શક્યતા ઓછી છે. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું હતું કે રવિવારે લેબનોનથી બે ડ્રોન છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઘાયલો નાગરિક છે કે સૈનિક. હિઝબુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગુરુવારે બેરૂતમાં બે ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ઇઝરાયેલી સેનાના તાલીમ શિબિરને નિશાન બનાવ્યું હતું. બેરૂતમાં થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. છેલ્લા બે દિવસમાં આ બીજી વખત છે જ્યારે ઈઝરાયેલ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે તેલ અવીવના ઉપનગરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો : બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડું, 7 નાં મોત, લાખો લોકો બેઘર થયાં
ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના આઠ લોકોના મોત…
મધ્ય ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં એક પરિવારના આઠ સભ્યો માર્યા ગયા હતા. પેલેસ્ટાઈનના તબીબી અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. દરમિયાન, હિઝબુલ્લાહને નિશાન બનાવીને ઈઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં એક સદી જૂનું બજાર નાશ પામ્યું હતું. દેર અલ-બાલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલે જણાવ્યું હતું કે ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં શનિવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માતા-પિતા અને તેમના આઠથી 23 વર્ષની વયના છ બાળકો માર્યા ગયા હતા. મૃતદેહોને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ‘એસોસિએટેડ પ્રેસ’ના સંવાદદાતાએ મૃતદેહોની ગણતરી કરી છે. હમાસ સાથેના યુદ્ધમાં એક વર્ષથી વધુ સમય, ઇઝરાયેલના હુમલાઓ ચાલુ છે અને તે ગાઝામાં લગભગ દરરોજ આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : Lebanon Pager Blast: પેજર હુમલાને થયો સૌથી મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો