- ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે “યુદ્ધ” ફાટી નીકળ્યું
- 00 હિઝબુલ્લાના લક્ષ્યો પર હવાઈ હુમલો
- હુમલામાં 100 થી વધુ લોકોના મોત
ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના “યુદ્ધ” (Israel Hezbollah War)ની શરૂઆતથી મધ્ય પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લા પર ભીષણ હુમલો કર્યો છે. આમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. જ્યારે 400 થી વધુ ઘાયલ થયા છે. તેમજ હિઝબુલ્લાના 300 થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી ઉત્સાહિત હિઝબુલ્લાએ રવિવાર અને સોમવારે જેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો કે કદાચ ઈઝરાયેલની સેનાએ પણ વિચાર્યું નહીં હોય. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિઝબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઉઠ્યા હતા. વિસ્ફોટો પછી લાગેલી આગમાં કાગળની ચાદર જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.
WATCH: IDF strike in southern Lebanon against weapons storage site causes multiple secondary explosions. pic.twitter.com/R6602mVZo5
— Israel War Room (@IsraelWarRoom) September 23, 2024
હિઝબુલ્લા હુમલાના જવાબમાં, ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવા ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિઝબુલ્લા આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું કે, તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. સ્વાભાવિક છે કે ઇઝરાયેલ હિઝબુલ્લા પર ઘણા વધુ મોટા હુમલાઓ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, હિઝબુલ્લાએ તાજેતરના ઈઝરાયેલ હુમલામાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓના મોત બાદ બદલો લેવા માટે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 100 થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.
More than 320 terror targets have been struck in Lebanon since this morning. pic.twitter.com/fr4D4niInr
— Israel War Room (@IsraelWarRoom) September 23, 2024
આ પણ વાંચો : પૃથ્વી તરફ વાયુ વેગે આવી રહ્યા છે ખતરનાક Asteroids! વૈજ્ઞાનિકોએ આપી આ ભયનાક ચેતવણી
ઇઝરાયેલ-હિઝબુલ્લા વ્યાપક યુદ્ધ ઝોનમાં પ્રવેશ્યું…
આ હુમલાઓ અને વળતા હુમલાઓને કારણે ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વ્યાપક યુદ્ધ (Israel Hezbollah War)ની શક્યતા વધી ગઈ છે. તે પણ એવી સ્થિતિમાં જ્યારે ગાઝામાં પેલેસ્ટિનિયન હમાસ સામે ઈઝરાયેલની લડાઈ પહેલેથી જ ચાલી રહી છે. 7 ઑક્ટોબર 7ના હુમલામાં લીધેલા કેટલાક બંધકોને પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હિઝબુલ્લાએ ઈરાન સમર્થિત સાથી હમાસ અને પેલેસ્ટિનિયનો સાથે એકતામાં તેના હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ હવાઈ કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જમીન પર હુમલો કરવાની તેની કોઈ તાત્કાલિક યોજના નથી. નામ ન આપવાની શરતે બોલતા અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટ્રાઇકનો હેતુ ઇઝરાયેલ પર વધુ હુમલા કરવાની હિઝબુલ્લાની ક્ષમતાને રોકવાનો હતો.
આ પણ વાંચો : PM Modi: ભારતમાં પ્રતિભા, લોકશાહી અને માર્કેટ છે