+

IDF ના હુમલાની ભારતે કરી નિંદા, લેબનોનમાં ભારતના 600 સૈનિકો…

UNIFIL ના સૈનિકોની સુરક્ષા મોખરે હોવી જોઈએ નકૌરા મુખ્યાલયમાં રાત્રીના સમયે એક સૈનિક ધાયલ UNIFIL ના 34 દેશ સાથે ભારત સંપૂર્ણપણે સહમત હાલમાં Israel એ કરેલા હુલામાં શ્રીલંકાના સૈનિકો ધાયલ…
  • UNIFIL ના સૈનિકોની સુરક્ષા મોખરે હોવી જોઈએ
  • નકૌરા મુખ્યાલયમાં રાત્રીના સમયે એક સૈનિક ધાયલ
  • UNIFIL ના 34 દેશ સાથે ભારત સંપૂર્ણપણે સહમત
  • હાલમાં Israel એ કરેલા હુલામાં શ્રીલંકાના સૈનિકો ધાયલ

Israel attack on UNIFIL : Israel એ ફરી એકવાર Lebanon ના મુખ્ય સ્થળ ઉપર વિનાશકારી હુમલો કર્યો છે. ત્યારે આ હુમલો જે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે, ત્યારે Lebanonના આ સ્થળો ઉપર સંયુક્ત સંયુક્ત રાષ્ટ્રની વચગાળાની દળ (UNIFIL) ઉપર પણ હુમલો કર્યો છે. ત્યારે આજરોજ આ હુમલાને લઈ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા Lebanon માં આવેલા સંયુક્ત રાષ્ટ્રના સમૂહની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત ભારતે Israel ના આ હુમલાની નિંદા પણ કરી છે.

UNIFIL ના સૈનિકોની સુરક્ષા મોખરે હોવી જોઈએ

ભારતે તાજેતરમાં UNIFIL ને સમર્થન આપતા 34 દેશની સાથે પણ ભારત પણ સહમત છે. કારણ કે… UNIFIL ને 34 દેશના હસ્તાક્ષર અને મંતવ્યોને આધારે નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ આગવા યોગદાનમાં ભારતે પણ પોતાનું નામ નોંધાવ્યું છે. તો બીજી તરફ Lebanon માં આવેલા UNIFIL ના નિવાસસ્થાને ઈઝારાયેલ રોકેટ વડે હુમલો કર્યો છે. તેના કારણે UNIFIL ના 5 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે આ હુમલાની નિંદા કરતા ભારતે જણાવ્યું છે કે, UNIFIL ના સૈનિકોની સુરક્ષા મોખરે હોવી જોઈએ.

નકૌરા મુખ્યાલયમાં રાત્રીના સમયે એક સૈનિક ધાયલ

ભારતના Lebanon ની અંદર UNIFIL હેઠળ 600 થી વધુ સૈનિકો તેનાત કરવામાં આવ્યા છે. જે Israel એ અને લેબનાની વચ્ચે આવેલી 120 કિમી લાંબી બ્લૂ લાંબી સરહદ ઉપર દિવસ-રાત સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે આજરોજ Lebanon માં આવેલા UNIFIL એ જણાવ્યું છે કે, એક સૈન્ય ગતિવિધિ દરમિયાન નકૌરા મુખ્યાલયમાં રાત્રીના સમયે એક સૈનિક ધાયલ થયો છે. ત્યારે તેને ગોળી વાગવાથી સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. જોકે હિઝબુલ્લા વિરુદ્ધ જાહેર કરાયેલા મિશન અંતર્ગત દક્ષિણ Lebanon માં હવાઈ હુમલા શરૂ કર્યા છે.

આ પણ વાંચો: બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડું, 7 નાં મોત, લાખો લોકો બેઘર થયાં

UNIFIL ના 34 દેશ સાથે ભારત સંપૂર્ણપણે સહમત

ભારતે સોશિયલ મીડિયા પણ જણાવ્યું છે કે, UNIFIL ના 34 દેશ સાથે ભારત શરૂઆતના સમયગાળામાં સહમત ન હતું. પરંતુ હાલની પરિસ્થિત જોતા ભારત આ UNIFIL ના 34 દેશ સાથે ભારત સંપૂર્ણપણે સહમત છે. UNIFIL ના સૈનિકોની જવાબદારી સંયુક્ત રાષ્ટ્ર સાથે દરેક દેશની પણ છે. ત્યારે Israel એ દક્ષિણ Lebanon માં આવેલા UNIFIL ના વિસ્તારમાં હુમલાને રદ કરવા જોઈએ. બીજી તરફ UNIFIL ના 34 દેશ પૈકી બાંગ્લાદેશ, બ્રાઝીલ, ચીન, ફ્રાંસ, ઈટલી, સ્પેન, શ્રીલંકા અને બ્રિટેન સાથે જોડાયેલા છે.

હાલમાં Israel એ કરેલા હુલામાં શ્રીલંકાના સૈનિકો ધાયલ

UNIFIL માં ભારતીય સૈનિકો પણ જોડાયેલા છે. UNIFIL માં કુલ 10058 સૈનિકો તેનાત હાજર છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ હિઝબુલ્લાહ મિશન અંતર્ગત Israel એ શરૂ કરેલા દક્ષિણ Lebanon માં હુમલાને રોકવા માટે સૂચના જાહેર કરી છે. જોકે Israel એ દક્ષિણ Lebanonમાં કરેલા હુમલાની સ્વીકારી છે. પરંતુ આ હાલમાં Israel એ કરેલા હુલામાં શ્રીલંકાના સૈનિકો ધાયલ થયા છે.

આ પણ વાંચો: Lebanon Pager Blast: પેજર હુમલાને થયો સૌથી મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો

Whatsapp share
facebook twitter