- હિંમતનગરની ગ્રોમોર સંકુલમાં વિદ્યાર્થીએ 3 માળેથી ઝંપલાવ્યું
- વિદ્યાર્થી BCA ના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો
- સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું
- પરિવારે આ ઘટનામાં કાર્યવાહી ના કરવા નિવેદન આપ્યું
હિંમતનગરથી (Himatnagar) હચમચાવે એવા સમાચાર આવ્યા છે. ગ્રોમોર સંકુલમાં (Gromor Sankul) BCA નાં અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સંકુલનાં ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. આ ઘટના અંગે કાર્યવાહી નહીં કરવા મૃતકના પરિવારે નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીનો છલાંગ લગાવતો CCTV વીડિયો પણ સામે આવ્યો હતો.
આ પણ વાંચો – Patan : HNGU માં ગઈકાલે વિદેશી દારૂ મળ્યો, આજે વિદ્યાર્થીઓમાં તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, જુઓ Video
ત્રીજા માળેથી વિદ્યાર્થીએ લગાવી હતી મોતની છલાંગ
હિંમતનગરમાં (Himatnagar) બે દિવસ પહેલા ગ્રોમોર સંકુલનાં ત્રીજા માળેથી એક વિદ્યાર્થીએ છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ગાંભોઈ પોલીસની (Gambhoi Police) પ્રાથમિક તપાસ મુજબ, મૃતક વિદ્યાર્થી ભિલોડાનો રહેવાસી અને BCA નાં અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.
– હિંમતનગરની ગ્રોમોર સંકુલમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી ઝંપલાવ્યું
– વિદ્યાર્થી BCA ના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો
– સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું
– પરિવારે આ ઘટનામાં કાર્યવાહી ના કરવા નિવેદન આપ્યું
– બે દિવસ પહેલા વિદ્યાર્થીનો છલાંગ લગાવતો વીડિયો સામે આવ્યો…— Gujarat First (@GujaratFirst) September 27, 2024
આ પણ વાંચો – Rajkot : હીરાસર એરપોર્ટ ફરી ચર્ચામાં, નામકરણને લઈ સાંસદ પરિમલ નથવાણીએ કરી ખાસ રજૂઆત
પરિવારે કાર્યવાહી ના કરવા નિવેદન આપ્યું
જો કે, આશ્ચર્ય કરનારી વાત એ છે કે આ ઘટનામાં કાર્યવાહી ના કરવાનું મૃતક વિદ્યાર્થીના પરિજનોએ નિવેદન આપ્યું છે. બે દિવસ પહેલા વિદ્યાર્થીનો છલાંગ લગાવતો CCTV વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જો કે, મૃતક વિદ્યાર્થીએ આ પગલું શાં માટે ભર્યું તે પાછળની સાચી હકીકત હાલ પણ જાણી શકાઈ નથી.
આ પણ વાંચો – Bhavnagar: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્ની નીકળી હોશિયાર