- લેબનોન પર ઈઝરાયેલની સેનાના હુમલાથી હિઝબુલ્લાહ નારાજ
- હિઝબુલ્લાહે ઇઝરાયેલ સામે લડવા માટે ઘડ્યો આ પ્લાન
- હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનના દરેક ઘરને લોન્ચિંગ પેડમાં ફેરવ્યું
લેબનોન પર ઈઝરાયેલ (Israel)ની સેનાના હુમલાથી હિઝબુલ્લાહ (Hezbollah) નારાજ છે. તે ઈઝરાયેલ પર ઉગ્ર વળતો હુમલો કરી રહ્યો છે. હવે હિઝબુલ્લાહે (Hezbollah) ઇઝરાયેલની સેના સામે લડવા માટે સમગ્ર દક્ષિણ લેબનોનને યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી દીધું છે. એક રીતે, હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનના દરેક ઘરને લોન્ચિંગ પેડમાં ફેરવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં એક ઘરમાંથી રાખવામાં આવેલી મિસાઈલની તસવીરો આ વાતની સાક્ષી છે. આ તસવીરો તમને પણ ચોંકાવી દેશે. આ તસ્વીર ઈઝરાયેલ (Israel)ના વિદેશ મંત્રાલયે જાહેર કરી છે.
ઈઝરાયેલ (Israel)ના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં હિઝબુલ્લાહ (Hezbollah)ની તૈયારી દર્શાવી છે. આમાં લાંબા અંતરની મિસાઈલ ઘરમાં છુપાયેલી જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે શક્તિશાળી ઇઝરાયલી સેના સામે લડવા માટે હિઝબુલ્લાહે લેબનીઝના ઘરોમાં આવી મિસાઇલો અને રોકેટ છુપાવ્યા છે.
BREAKING: These images reveal a long-range Hezbollah missile being stored inside a civilian building in southern Lebanon.
Hezbollah is deliberately placing its military infrastructure within civilian areas.
@IDF pic.twitter.com/PqZxA0HuQK
— Israel ישראל (@Israel) September 23, 2024
આ પણ વાંચો : Israel ના હુમલાથી હચમચી ઉઠ્યું લેબનોન, મૃત્યુઆંક 558 પર પહોંચ્યો…
હિઝબુલ્લાહે જાણીજોઈને રહેણાંક વિસ્તારોને લોન્ચિંગ પેડ બનાવ્યું…
ઈઝરાયેલી સેનાએ લખ્યું છે કે, આ તસ્વીરો દર્શાવે છે કે હિઝબુલ્લાહ (Hezbollah) જાણીજોઈને દક્ષિણ લેબેનોનના રહેણાંક વિસ્તારોનો લોન્ચિંગ પેડ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તસ્વીરમાં તમે લાંબા અંતરની હિઝબુલ્લાહ (Hezbollah) મિસાઈલને નાગરિક ઈમારતની અંદર મુકેલી જોઈ શકો છો. હિઝબુલ્લાહ (Hezbollah) જાણીજોઈને તેના લશ્કરી માળખાને નાગરિક વિસ્તારોમાં રાખી રહ્યું છે. જેથી તે તેમને ઢાલ તરીકે ઉપયોગ કરી શકે.
આ પણ વાંચો : Iron Dome : ઇઝરાયેલનું આ ઘાતક શસ્ત્ર, જેણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટો તોડી પાડ્યા..Video
ઇઝરાયેલના હુમલાના જવાબમાં હિઝબુલ્લાહે સેંકડો રોકેટ છોડ્યા…
ઇઝરાયેલે સોમવારે લેબનોન પર એવો ભયાનક હુમલો કર્યો કે અત્યાર સુધીમાં 492 લોકો માર્યા ગયા છે. જ્યારે 1600 થી વધુ ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. ઈઝરાયલી સેનાના આ હુમલા બાદ હિઝબુલ્લાહ પરેશાન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં હિઝબુલ્લાહે ઉત્તરી ઈઝરાયેલ (Israel) પર 250 થી વધુ રોકેટ વડે હુમલો કર્યો છે. જોકે, ઈઝરાયેલે (Israel) આયર્ન ડોમથી તેમાંથી મોટાભાગનાને માર્યા હોવાનો દાવો કર્યો છે. હવે ઈઝરાયેલની સેના પણ દરેક ઘરનો લોન્ચિંગ પેડ તરીકે ઉપયોગ કરવાની હિઝબુલ્લાહની તૈયારીઓ જોઈને દંગ રહી ગઈ છે.
આ પણ વાંચો : Israel and Hezbollahના ઝઘડામાં હવે જગત જમાદારની આર્મી પણ પહોંચશે…