- હિઝબુલ્લાએ ઈઝરાયેલના 182 શહેરોને નિશાન બનાવીને રોકેટ છોડ્યા
- ઇઝરાયેલી સેનાનું નિવેદન
- સાયરન વાગતા લોકો બંકરોમાં ઘૂસી ગયા
- ઈઝરાયેલે હિઝબુલ્લાહને ચેતવણી આપી કે તેણે આની કિંમત ચૂકવવી પડશે
Hezbollah Attacks on Israel : ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહને જમીની કાર્યવાહી (Hezbollah Attacks on Israel) દ્વારા સતત નિશાન બનાવી રહ્યું છે અને તેને ખતમ કરી રહ્યું છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે હિઝબુલ્લાહે ઈઝરાયેલના ઘણા શહેરો પર મિસાઈલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ હિઝબુલ્લાએ ઈઝરાયેલના 182 શહેરોને નિશાન બનાવીને રોકેટ છોડ્યા હતા.
હિઝબુલ્લાએ મધ્ય ઇઝરાયેલને નિશાન બનાવીને હુમલો કર્યો
ઇઝરાયેલી સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે લેબનોનથી હિઝબુલ્લાએ મધ્ય ઇઝરાયેલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ દરમિયાન સાયરન વાગતા લોકો બંકરોમાં ઘૂસી ગયા હતા. અમે લેબનોનથી આવતા ઘણા અસ્ત્રોને રોકવાનો પ્રયાસ કર્યો. અમે ત્રણ મિસાઈલને રોકવામાં સફળ રહ્યા. આ હુમલા બાદ ઈઝરાયેલે હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે તેણે આની કિંમત ચૂકવવી પડશે.
આ પણ વાંચો—–Israel એ Hezbollah ની કમર તોડી, વધુ 2 કમાન્ડર ઠાર
Sirens sounding in Haifa and along Israel’s coast
We’re operating to break this morning routine. pic.twitter.com/9RE7kUjUjM
— Israel Defense Forces (@IDF) October 15, 2024
ઇઝરાયેલ સરહદની સુરક્ષા માટે સતર્ક
બે દિવસ પહેલાં પણ ઈરાન સમર્થિત લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે હૈફાની દક્ષિણે મિસાઈલ છોડી હતી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા લગભગ 230 અસ્ત્રો લેબનોનથી ઇઝરાયેલમાં પ્રવેશ્યા હતા. IDFનું કહેવું છે કે તેઓ તેમની સરહદની સુરક્ષા માટે સતર્ક છે.
ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકોના મોત
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ડેની ડેનને હિઝબુલ્લાહને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જો તેઓ તણાવ ઓછો કરવા માંગતા હોય, તો તેઓએ તાત્કાલિક નાગરિકો પર ગોળીબાર કરવાનું બંધ કરવું જોઈએ અને યુએન ઠરાવ 1701 અનુસાર લિતાની નદીની ઉત્તરે પીછેહઠ કરવી જોઈએ. તેનાથી વિપરીત, બેરૂતમાં ઇઝરાયેલના હુમલામાં 22 લોકો માર્યા ગયા અને સોથી વધુ લોકો ઘાયલ થયા.
આ પણ વાંચો––Israel એ ફરી વાર માસૂમોના ભોગ લીધા!, બાળકો સહિત 20 ના મોત