+

Gujarat માં હજું 48 કલાક ખતરો, ગુજરાત પર તોળાઇ રહી છે….

આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે…
  • આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું
  • તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી
  • MPનું ડીપ ડિપ્રેશન ગુજરાતથી થઇ રહ્યું છે પસાર                              

Gujarat Rain : આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Rain) ની આગાહી કરવામાં આવી છે. MPનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઇ રહ્યું હોવાથી આગામી 48થી 72 કલાક સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 30 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે તેવી ગંભીર આગાહી વ્યક્ત કરી છે.

મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર

રાજ્યમાં સાર્વત્રીક ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઇ રહ્યું છે અને તેના કારણે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સર્વત્ર પૂરની સ્થિતી જોવા મળી રહી છે. નદીઓ અને જળાશયો છલકાઇ ગયા છે. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો–Heavy rains: ગુજરાત માટે 48 કલાક ભારે, તંત્રમાં હરકતમાં, મુખ્ય સચિવે બેઠક યોજી

હવામાન વિભાગની હજું 48 થી 72 કલાક ભારે વરસાદની શક્યતા

બીજી તરફ હવામાન વિભાગે હજું 48 થી 72 કલાક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી કરાઇ છે. મધ્ય પ્રદેશનું ડીપ ડિપ્રેશન ગુજરાતપરથી પસાર થઇ રહ્યું હોવાથી હજું 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

30 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્

આ તરફ રાજ્યમાં વરસાદને લઇ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગંભીર આગાહી વ્યકત કરી છે. તેમણે આગાહી કરી છે કે 30 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે અને 30 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડી શકે છે . તેમણે મધ્ય ગુજરાતમાં 6થી 8 ઇંચ વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતમાં 2થી 6 ઈંચ પડી વરસાદ પડવાની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરતાની સાથે દક્ષિણ ગુજરાતમાં 2થી 4 ઈંચ જેટલા વરસાદની આગાહી કરી છે.

30 અને 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ સક્રિય

અંબાલાલ પટેલે 30 અને 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ સક્રિય થશે તેવી ડરામણી આગાહી કરી છે અને આ સિસ્ટમના કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 2થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. 12થી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો–Guidelines:ગુજરાતમાં આપત્તિની સ્થિતિમાં સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર

Whatsapp share
facebook twitter