- રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ
- 26,27 અને 28 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ
- હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
- શિયર ઝોન કારણે રાજ્યમાં વરસાદની આગાહી
- ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદનું યલો એલર્ટ
- નવસારી, ડાંગ, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
- અમરેલી, ભાવનગર, તાપીમાં ભારે વરસાદની આગાહી
- આજે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા વધુ
Heavy Rain Forecast : જતા જતા પણ મેઘરાજા રાજ્યમાં ફરી એક વાર પોતાનો પરચો દેખાડશે. રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) કરવામાં આવી છે. શિયર ઝોનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે. તેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો-—Gujarat Rain Update: આ Navratri એ પલળવાનું નક્કી!, હવામાન નિષ્ણાતોએ કરી મોટી વાત
શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડશે
શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડશે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે અને નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મેઘ ગર્જના ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate DAY1-3 pic.twitter.com/0Nog34IQxF
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 24, 2024
આ જિલ્લામાં પડશે વરસાદ
26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે અને અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે અને ગઇ કાલની સરખામણીએ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળશે. ઉલ્લેખનિય છે કે કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.
આ પણ વાંચો––Rain forecast: ગુજરાતમાં ફરી છૂટા છવાયા વરસાદની આગાહી, જાણો કેવી રહેશે નવરાત્રી