+

Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક…

આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર…
  • આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
  • રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
  • ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • અરવલ્લી, મહિસાગર, દાહોદમાં યલો એલર્ટ ઈશ્યુ
  • દ્વારકા, જામનગર, જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ
  • પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથમાં યલો એલર્ટ
  • અમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાયા
  • મીઠાખળી અંડરપાસ બંધ કરાયો 

Rains : રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સવારથી જ અમદાવાદ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Rains)વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો જળબંબાકાર બન્યા છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. આજે સવારથી જ કાળા ડિંબાગ વાદળોના કારણે દિવસે અંધારુ જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં પાણી ભરાયા

સવારે સાત વાગ્યાથી અમદાવાદના દરેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. કાળા વાદળોના કારણે અંધારુ જોવા મળી રહ્યું છે જેથી વાહનચાલકોને દિવસે પણ લાઈટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સાયન્સ સિટી, ગોતા, જગતપુર, ચાંદખેડા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, સાબરમતી, ઓઢવ, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ હાલ સમગ્ર અમદાવાદમાં પડી રહ્યો છે. ચાણક્યપુરી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અમદાવાદમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે.

આ પણ વાંચો—VADODARA : નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું, કાંઠા વિસ્તારમાં એલર્ટ

ઉત્તર ગુજરાતમાં પણ સવારથી જ ભારે વરસાદ

ઉત્તર ગુજરાતમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે જેથી જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. તો માણસામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. માણસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે . બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. ડીસા, પાલનપુર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સદરપૂર, કરજોડા, લુણવા સહીતના અનેક ગામોમાં વરસાદ છે. 15 દિવસ બાદ વરસાદ પડતામ પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. લુણાવાડા, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ હોવાના અહેવાલ છે. ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી છે. પીડીપીયુ સર્કલ પાસે પાણી ભરાઇ ગયા છે.

વડોદરા-સુરતમાં પણ વરસાદ

આ તરફ વડોદરામાં પણ સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં ગઇ કાલથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સુરતમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેજ પ્રમાણે સુરતમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો–Gujarat: રાજ્યભરના તાલુકામાં નોંધાયો ભારે વરસાદ, લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન

Whatsapp share
facebook twitter