- અમદાવાદ BJP માં પત્રિકા કાંડ, નેતાઓ પર ગંભીર આક્ષેપ
- પત્રિકામાં મણિનગરનાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, AMC દંડક શીતલ ડાગાનો ઉલ્લેખ
- પત્રિકા કાંડ મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન
Gujarat Politics : ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર પત્રિકાકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ભાજપમાં (Ahmedabad BJP) ફરી પત્રિકાકાંડે ચર્ચા વેગવંતી કરી છે. વાઇરલ પત્રિકામાં મણિનગરનાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ (Amul Bhatt) અને AMC ના દંડલ શીતલ ડાગા (Sheetal Daga) વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પત્રિકામાં અમૂલ ભટ્ટ, શીતલ ડાગાની સંપત્તિ અને કોન્ટ્રાક્ટ સહિતનો ઉલ્લેખ કરાયો છે. તમામને ભાજપમાંથી (BJP) હાંકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહની ટોળી ગણાવાઈ છે. આ મામલે હવે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર પત્રિકા કાંડ
અમદાવાદમાં ભાજપમાં ફરી પત્રિકા કાંડ થયો
પત્રિકામાં મણીનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટનો ઉલ્લેખ
AMCના દંડક શીતલ ડાગા સહિતનાનો પત્રિકામાં ઉલ્લેખ@BJP4Gujarat @AmdavadAMC @amulbhattbjp #Gujarat #PoliticalNews #BigBreaking #Ahmedabad #BJP… pic.twitter.com/mPCFLFKA0S— Gujarat First (@GujaratFirst) August 16, 2024
આ પણ વાંચો – Surat : 15 ઓગસ્ટ પહેલા SOG ને મળી હતી મોટી સફળતા, શહેર પો. કમિશનરે ખુદ આપી ચોંકાવનારી માહિતી!
અમદાવાદમાં ભાજપમાં ફરી પત્રિકા કાંડ
અમદાવાદ ભાજપમાં જુથવાદ ફરી ઊભો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતની રાજનીતિમાં (Gujarat Politics) ફરી એકવાર પત્રિકાકાંડે હડકંપ મચાવ્યો છે. માહિતી મુજબ, વાઇરલ પત્રિકામાં ભાજપમાંથી હાકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહ (Dharmendra Shah), મણિનગરનાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને AMC દંડક શીતલ ડાગા સહિતનાં નેતાઓનાં નામનો ઉલ્લેખ કરાયો છે. નનામી પત્રિકામાં અમૂલ ભટ્ટ, ધર્મેન્દ્ર શાહ અને શીતલ ડાગાની સંપત્તિ અને કોન્ટ્રાક્ટ સહિતનાં વિષયનો ઉલ્લેખ કરી તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ મહિલા નેતાઓ મામલે આપત્તિજનક લખાણ પણ લખવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આ પણ વાંચો – Ganesh Gondal : ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ
અરજી કરનાર સાચો હોય તો પોતાનાં નામ સાથે પત્ર લખે : યજ્ઞેશ દવે
આ મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપમાં વધુ એક પત્રિકાકાંડને (Patrika Kand) લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કોંગ્રેસને (Congress) ભાજપ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે ત્યારે બીજી તરફ આ મામલે ભાજપ નેતા અને મીડિયા ક્નવિનર યજ્ઞેશ દવેનું (Yagnesh Dave) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં વ્યક્તિ દરેકને સંતોષ ન આપી શકે. પત્ર લખી પોતાનો વ્યક્તિગત સંતોષ માને છે. યજ્ઞેશ દવે કહ્યું કે, “અરજી કરનાર સાચો હોય તો પોતાનાં નામ સાથે પત્ર લખે.” તેમણે કહ્યું કે, અમને હજુ સુધી પત્ર મળ્યો નથી. પત્ર મળશે તો સંગઠન તપાસ કરશે.
આ પણ વાંચો – Kajal Hindustani : ફરી એકવાર મુશ્કેલીમાં કાજલ હિન્દુસ્તાની! ગુનો દાખલ કરવા કોર્ટનો આદેશ