- રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
- શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં મહાનગરપાલિકામાં ચાલતી ખામીઓ-સુધારા અંગે સોગંદનામું કર્યું
- કોન્ટ્રાક્ટ માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારાની જરૂર : અશ્વિનીકુમાર
- રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવતઃ અશ્વિનીકુમાર
રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન શહેરી વિકાસ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં ચાલતી ખામીઓ અને તેના સુધારા અંગે સોગંદનામું કર્યું હતું. પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારે (Ashwinikumar) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવત છે. કોન્ટ્રાક્ટ માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારાની જરૂર છે. સાથે જ ઈમારતોની તપાસ માટે નવી પ્રક્રિયા લાવવાની પણ તાતી જરૂરિયાત હોવાનું અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
આ પણ વાંચો – AMC ના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ…!
મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં ચાલતી ખામીઓ અને તેના સુધારા અંગે સોગંદનામું
રાજકોટ અગ્નિકાંડને (Rajkot fire incident) લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન શહેરી વિકાસ વિભાગે (Urban Development Department) મહાનગરપાલિકામાં ચાલતી ખામીઓ અને સુધારા અંગે સોગંદનામું રજૂ કર્યું હતું. પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારે કોર્ટને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં (Municipal Corporations) જાહેર જગ્યાઓ માટેનાં કોન્ટ્રાક્ટ માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારાની આવશ્યકતા છે. સાથે જ તેમણે રાજ્ય સરકારની અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રક્રિયામાં તફાવત હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. અશ્વિનીકુમારે (Ashwinikumar) એમ પણ જણાવ્યું હતું કે, ઇમારતોનાં ઇન્સ્પેક્શન માટે તદ્દન નવી પ્રક્રિયા લાવવાની તાતી જરૂરિયાત છે.
– રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
– શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં મહાનગરપાલિકામાં ચાલતી ખામીઓ-સુધારા અંગે સોગંદનામું કર્યું
– કોન્ટ્રાક્ટ માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારાની જરૂર : અશ્વિનીકુમાર
– રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવતઃ અશ્વિનીકુમાર
-…— Gujarat First (@GujaratFirst) August 2, 2024
આ પણ વાંચો – Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી, શાળાઓમાં Fire NOC ની હકીકત ચોંકાવનારી!
આગની ઘટના માટે અલગથી ફાયર પ્રિવેન્શનરિંગ ની રચના માટે ભલામણ
ઉપરાંત, અશ્વિનીકુમારે કોર્ટ (Gujarat High Court) સમક્ષ કહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનઓમાં વિભાગોની ખાલી જગ્યાઓ ભરાવી જોઈએ. રાજ્ય સરકાર તરફથી શહેરી વિકાસ વિભાગે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર સુધારા પણ મોકલ્યા છે. તમામ મ્યુનિસિપલ કમિશનરોએ આગની ઘટના માટે અલગથી ફાયર પ્રિવેન્શનરિંગ ની રચના માટે ભલામણ કરી છે.
આ પણ વાંચો – Harshad Bhojak : લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ TDO વિરુદ્ધ હવે AMC કમિશ્નરની કડક કાર્યવાહી