- કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ
- રવિ પાકોમાં MSP વધારી
- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
કેન્દ્ર સરકારે દિવાળી (Diwali) પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે સરસવના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 નો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે મીડિયાને આપેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. તેનાથી દેશના ખેડૂતોને મોટી સંખ્યામાં ફાયદો થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂતોની સારી આવક સુનિશ્ચિત કરવા અને રવિ સિઝન દરમિયાન મુખ્ય પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ઘઉં અને સરસવના MSP માં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે વધીને 2425 રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે, પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાના વધારાને કારણે, સરસવની MSP હવે 5950 રૂપિયા થઈ ગઈ છે.
ચણા પર MSP 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી…
ઘઉં અને સરસવ સિવાય કેન્દ્ર સરકારે ચણા પર MSP માં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. MSP માં વધારા બાદ હવે ચણાનો નવો દર 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. ઘઉં, સરસવ અને ચણા એ ઉત્તર ભારતમાં મુખ્ય પાકો પૈકી એક છે. આના પર MSP વધારવાથી ખેડૂતોને પાકની કિંમત વસૂલવામાં મદદ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, “Malviya Bridge is 137-year-old…Now, it has been decided to build a new bridge that will have 4 railway lines on the lower deck and a 6-lane highway on the upper deck…This will be counted among biggest bridges in the world… pic.twitter.com/klpf5fid9a
— ANI (@ANI) October 16, 2024
આ પણ વાંચો : S. Jaishankar નો જવાબ સાંભળીને Pakistan પણ દંગ, આતંકવાદ પર કહી મોટી વાત
વારાણસીમાં ગંગા નદી પર નવો પુલ બનાવવામાં આવશે…
આ સિવાય કેન્દ્રીય મંત્રીએ વારાણસીમાં ગંગા નદી પર બનેલા ડબલ ડેકર બ્રિજ માલવિયા બ્રિજ વિશે જણાવ્યું કે આ બ્રિજ લગભગ 137 વર્ષ જૂનો છે. તેમણે કહ્યું કે હવે અહીં એક નવો પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નીચલા ડેક પર 4 રેલવે લાઇન અને ઉપરના ડેક પર 6-લેન હાઇવે હશે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રાફિક ક્ષમતાના સંદર્ભમાં તેની ગણતરી વિશ્વના સૌથી મોટા પુલોમાં થશે. તેમણે કહ્યું કે એક અંદાજ છે કે બ્રિજના નિર્માણમાં લગભગ 2642 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ પણ વાંચો : Haryana માં ફરી Nayab Singh Saini ની સરકાર, ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા