+

Gandhinagar : કેબિનેટની બેઠક યોજાઈ, નવરાત્રિ, સોમનાથ અને અસામાજિક તત્વો અંગે હર્ષ સંઘવીએ કહી આ વાત

Gandhinagar માં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા હવે રાજ્યમાં મોડી રાત સુધી ગરબા રમી શકાશે : હર્ષ સંઘવી સોમનાથ દબાણ દૂર કરવાનો…
  1. Gandhinagar માં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ
  2. નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા
  3. હવે રાજ્યમાં મોડી રાત સુધી ગરબા રમી શકાશે : હર્ષ સંઘવી
  4. સોમનાથ દબાણ દૂર કરવાનો મુદ્દો કોર્ટમાં પડકારાયો : હર્ષ સંઘવી
  5. ‘દાદાના રાજ’ માં કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લેવાય : હર્ષ સંઘવી

ગાંધીનગરમાં (Gandhinagar) આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 2 ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાથી આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદ, પાક નુકસાની, ટેકાનાં ભાવ, મગફળી ખરીદી, પોલીસ અને શિક્ષકોની ભરતી, નવરાત્રિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં (Amit Shah) કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે : હર્ષ સંઘવી

ગાંધીનગરમાં (Gandhinagar) યોજાયેલ સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં નવરાત્રિ (Navratri 2024), વરસાદ સહિતનાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મીડિયા સાથે વાત કરી હતી અને નવરાત્રિ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, નવરાત્રી મહોત્સવ એ ગુજરાત પૂરતો જ સીમિત નથી. નવ દિવસ ગુજરાતનાં સૌ ભક્તો મા અંબાની આરાધના કરતા હોય છે. તેમણે કહ્યું કે, હવે રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. સાથે જ વેપારીઓ પણ નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી વેપાર પણ કરી શકશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Narmada Dam : સીઝનમાં પ્રથમ વખત 100 ટકા ભરાયો, 42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

‘શેરી ગરબાનાં નિયમો અને જાહેર ગરબાનાં નિયમો અલગ હશે’

હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, આયોજકોની રજૂઆત હતી કે ગરબાને 12 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવે પણ દાદા સરકારે (Dada Government) સવાર સુધી છૂટ આપી છે. નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. જો કે નવરાત્રિ આયોજકોએ પણ પૂરતી કાળજી રાખવી પડશે. તેમણે કહ્યું કે, શેરી ગરબાનાં નિયમો અને જાહેર ગરબાનાં (Garba) નિયમો અલગ બનાવવામાં આવશે. ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં (Somnath) ગેરકાયદેસર બાંધકામ અંગે નિવેદન આપતા કહ્યું કે, કોર્ટમાં આ મેટરને પડકારમાં આવી છે. અમે કોર્ટમાં જવાબ આપીશું. અમે ઘણી વખત લીગલ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો – આખરે Gondal સ્ટેટનાં નામે ‘નકલી રાજા’ વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન

‘દાદાના રાજ’ માં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં નહિ આવે : હર્ષ સંઘવી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારનાં ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. જે કોઈ પણ કાયદો તોડશે તેની સાથે કેવો અને શું વ્યવહાર કરવો તે રાજ્યની પોલીસ જાણે છે. કાયદો તોડશે તો નુકસાન જરૂર થશે. ‘દાદાના રાજ’ માં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહિ. 7 જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો – Rajkot : AIIMS નાં ડાયરેક્ટર, ડીન સહિત 4 સામે મહિલા તબીબનાં ગંભીર આરોપ, પો. કમિશનરના તપાસનાં આદેશ

Whatsapp share
facebook twitter