+

Swiggy Delivery Boy બન્યો સુપર મોડલ, સંઘર્ષતાના અંતે મળી સફળતા

Swiggy Delivery Boy બન્યો ફેશન આઈકોન સંઘર્ષમય જીવનનો વીડિયો શેર કર્યો સંઘર્ષનો અંત સુંદર સફળતા હોય છે Swiggy delivery boy to fashion model :  કહેવાય છે ને, કે નસીબ ચમકતા…
  • Swiggy Delivery Boy બન્યો ફેશન આઈકોન

  • સંઘર્ષમય જીવનનો વીડિયો શેર કર્યો

  • સંઘર્ષનો અંત સુંદર સફળતા હોય છે

Swiggy delivery boy to fashion model :  કહેવાય છે ને, કે નસીબ ચમકતા વાર નથી લાગતી. અને તે પછી કોઈપણ વ્યક્તિની જીવન જીવવની સ્થિતમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવી જાય છે. નસીબમાં ગ્રહોના ફેરફાર થવાથી વ્યક્તિ જમીનથી આકાશ સુધી પહોંચી જાય છે. પરંતુ તેના માટે વ્યક્તિએ મનોબળ મજબૂત રાખવું પડે છે. કારણ કે… કોઈપણ વ્યક્તિ મહેનત અને સંઘર્ષથી જીવનમાં દરેક મુકામ હાંસલ કરી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા વારયલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil)

સંઘર્ષમય જીવનનો વીડિયો શેર કર્યો

આ વાર્તામાં એક યુવાન Swiggy Delivery Boy તરીકે ઘણા સમય પહેલા કામ કરતો હતો. આ યુવકનું નામ સાહિલ સિંહ છે. તેણે કિરાણા શોપમાં આઠ મહિના સુધી કામ કર્યું છે. તે ઉપરાંત મુંબઈમાં આવેલા બર્ગર કિંગમાં પણ અનેક મહિનાઓ સુધી કામ કર્યું હતું. અંતે સાહિલ સિંહે મોડલિંગમાં પોતાની કિસ્મત ચમકાવવાનું નક્કી કર્યું હતું. તો સાહિલ સિંહની સફળતા પર દરેક લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. તે ઉપરાંત અનેક લોકોનો તે પ્રેરણાદાયક વ્યક્તિ પણ બન્યો છે.

આ પણ વાંચો: કામદારો 9 કલાક કરતા વધારે કામ કરો છો! તો ઓવરટાઈમના માંગો પૈસા

સંઘર્ષનો અંત સુંદર સફળતા હોય છે

તો સાહિલ સિંહે પોતાના સંઘર્ષમય જીવનને સલગ્ન એક વીડિયો પર પોતાના સત્તાવાર સોશિયલ મીડિય પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના જીવનના દરેક ઉતાર-ચઢાવ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તો આ વીડિયોને કુલ 40 લોકોએ નિહાળ્યો છે. અને આ વીડિયોના કેપ્શનમાં દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક નામચીન વ્યક્તિઓ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. અનેક લોકો કહી રહ્યા છે કે, સાહિલ સિંહની કહાની એક વાસ્તવિક ફિલ્મી સ્ટોરીથી પણ વધારે રસપ્રદ છે. તો અમુક લોકોએ લખ્યું છે કે, સંઘર્ષનો અંત સુંદર સફળતા હોય છે.

આ પણ વાંચો: Vande Bharat Train માં ભાજપ કાર્યકારે યુવતીની કરી છેડતી, જુઓ વીડિયો

Whatsapp share
facebook twitter