+

Changodar માં ગોડાઉનમાંથી શંકાસ્પદ 6825 કિલો ઘી ઝડપાયુ

સાણંદના ચાંગોદર ખાતે ઘી ના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં રેડ શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો સાત્વિક બ્રાન્ડ નામના ઘીના જથ્થા ને કરાયો…
  • સાણંદના ચાંગોદર ખાતે ઘી ના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
  • રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં રેડ
  • શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો
  • સાત્વિક બ્રાન્ડ નામના ઘીના જથ્થા ને કરાયો સીઝ
  • શંકાસ્પદ 6825 કિલો ઘી જેની કિં 37,83,974 નો જથ્થો કરાયો સીઝ

Changodar : તહેવારોની સિઝનની શરુઆત થઇ ગઇ છે ત્યારે શંકાસ્પદ ઘી અને તેલ વિશે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઉંડી ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાણંદના ચાંગોદર (Changodar) માં રિસ્ક ઇન્ડિયા નામના ગોડાઉનમાં દરોડા પાડીને 6825 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો જેની અંદાજીત કિંમત 37 લાખ ઉપરાંત થવા જાય છે.

અવાર નવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાતા રહે છે

તહેવારોની સિઝન શરુ થઇ ગઇ છે ત્યારે નકલી ખાદ્ય પદાર્થોનો વેપલો પુરજોશમાં શરુ થઇ ગયો છે. કેટલાક તત્વો તહેવારોનો લાભ ઉઠાવીને નકલી ઘી અને તેલ સહિત ખાદ્ય પદાર્થોનો વેપલો કરી રહ્યા છે. દર વર્ષે અવાર નવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાતા રહે છે.

આ પણ વાંચો—હાથમાં લાકડી લઈને PGVCLમાં હોબાળો કરનાર મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ

રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં દરોડા

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો ફેસિટવલ સિઝનનો ભરપૂર લાભ ઉઠાવે છે. નકલી ઘી તેલ ખાતા પહેલા વિચારજો કારણ કે તમારા આરોગ્યને બગાડી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાણંદના ચાંગોદર ખાતે રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

શંકાસ્પદ કહી શકાય તેવો 6825 કિલો ઘી નો જપ્ત

સુત્રોના જણાવ્યા મુજબ રિસ્ક ઇન્ડિયા ગોડાઉનમાંથી ફૂડ વિભાગે સાત્વિક બ્રાન્ડ માના ઘી ના જથ્થાને સીઝ કરાયો છે. ફૂડ વિભાગે શંકાસ્પદ કહી શકાય તેવો 6825 કિલો ઘી નો જપ્ત કર્યો છે જેની અંદાજીત કિંમત 37,83,974 રુપિયા થવા જાય છે.

ઘી ના 3 નમૂના લીધા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી ઘી ના 3 નમૂના લીધા છે અને તેને તપાસ માટે મોકલી દેવાયા છે. તહેવારોની સિઝનમાં અન્ય ઠેકાણે પણ નકલી ખાદ્ય પદાર્થો વેચાતા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો–Savarkundla : કબડ્ડી ટુર્નામેન્ટમાં રમવા ગયેલી યુવતી સાથે જાતિય સતામણી

Whatsapp share
facebook twitter