- ખંભાળિયામાં સબંધોને શર્મસાર કરતી ઘટના
- માનસિક અસ્થિર યુવતી સાથે સાવકા સગીર ભત્રિજાએ દુષ્કર્મ આચર્યું
- સમગ્ર મામલે પીડિત યુવતની માતા અને ભાઈએ નોંધાવી ફરિયાદ
- પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દ્વારકા (Dwarka) જિલ્લાનાં ખંભાળિયા તાલુકામાંથી માનવીય સંબંધોને શર્મસાર કરતી એક ગોઝારી ઘટના સામે આવી છે. માનસિક રીતે અસ્થિર યુવતી સાથે સગીર વયનાં સાવકા ભત્રીજાએ જ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – VADODARA : ટોળાની હિંસાનો ભોગ બનેલા બંને રીઢા ચોર, મોબ લિચિંગનો ગુનો દાખલ થશે – DCP
માનસિક રીતે અસ્થિર યુવતી ભાઈને ત્યાં રહેવા ગઈ હતી
પ્રાપ્ત માહિતી મુજબ, દ્વારકા (Dwarka) જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકામાં (Khambhalia) રહેતા મુસ્લિમ પરિવારમાં માનસિક રીતે અસ્થિર યુવતી તેના ભાઈના ઘરે રહેવા માટે ગઈ હતી. તે દરમિયાન, ભાઈની બીજી પત્નીનાં દીકરાએ યુવતી પર નજર બગાડીને બીભત્સ ફોટા બતાવીને મોઢે ડૂચો દઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગભરાયેલી માનસિક રીતે અસ્થિર યુવતીએ માતાને સમગ્ર ઘટનાની હકીકત વર્ણવી હતી.
આ પણ વાંચો – FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી
સાવકા સગીર ભત્રીજાએ મોઢે ડૂચો દઈ દુષ્કર્મ આચર્યું
પીડિત યુવતીની માતા અને તેમના પુત્રે પીડિતાની આપવીતી જાણી આ મામલે ખંભાળિયા પોલીસ મથકે (Khambhalia Police) જઈ આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર યુવતીનાં ભાઈનાં જણાવ્યા મુજબ, પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે. સાથે જ તેમણે આરોપીને કડકમાં કડક સજા થયા તેવી માગ પણ કરી છે.
આ પણ વાંચો – Rain in Gujarat : અમદાવાદમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો આગાહી વિશે