+

Doctor’s Strike : BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ ફરી હડતાળ પર, સિવિલમાં પણ વિરોધના સૂર!

BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા PG ડોક્ટર્સનો વિરોધ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યાં સરકારે 40% ની જગ્યાએ માત્ર 20% જ વધારો આપ્યો : એસોસિએશન સિવિલ હોસ્પિટલમાં પણ વર્ગ…
  1. BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા PG ડોક્ટર્સનો વિરોધ
  2. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યાં
  3. સરકારે 40% ની જગ્યાએ માત્ર 20% જ વધારો આપ્યો : એસોસિએશન
  4. સિવિલ હોસ્પિટલમાં પણ વર્ગ 4 નાં કર્મીઓ હડતાળ પર ઉતર્યાં હતા

ગુજરાતમાં આજે જુનિયર ડોક્ટર્સ હડતાળ (Doctor’s Strike) પર ઉતર્યા છે. બીજે મેડિકલ કોલેજનાં (BJ Medical College) 1200 જેટલા PG ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે ઇમરજન્સી સેવા અને OPD થી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) વર્ગ 4 નાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જો કે, સત્તાધીશોની મધ્યસ્થી બાદ હડતાળ સમેટાઈ હોવાનાં સમાચાર છે.

BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યાં

ગુજરાતમાં આજે હેલ્થ સેક્ટરમાંથી મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા PG ડોક્ટર્સ હડતાળ (Doctor’s Strike) પર ઉતર્યા છે. સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે ઇમરજન્સી સેવા અને OPD થી ડોકટર્સ આજે અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. PG ડોક્ટર્સના એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ, સરકારે 40% ની જગ્યાએ માત્ર 20% જ વધારો આપ્યો છે. એસો.એ જણાવ્યું કે, વર્ષ 2009 થી રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડોક્ટરોને દર ત્રણ વર્ષે 40% નો વધારો કરવામાં આવે છે પરંતુ, આ વખતે માત્ર 20 ટકા કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સરકાર નિયમ પ્રમાણે 40% સ્ટાઇપેન્ડ ન જાહેર કરે ત્યાં સુધી હડતાળ (Doctor’s Strike) યથાવત રહેશે. આ હડતાળને ઇન્ટર્ન ડોક્ટરોનું સમર્થન હોવાનો પણ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – B J Medical College ના રેસિડન્ટ તબીબો ફરી હડતાળ પર, સરકારને આપ્યું અલ્ટીમેટમ…

મહેનતાણામાં 40% નો વધારો આપવા માટે માગ

માહિતી મુજબ, હાલ 84 હજાર જેટલું મહેનતાણું ચૂકવવામાં આવે છે. નિયમ પ્રમાણે, 3 વર્ષ પૂરા થઈ ગયા હોવાથી હાલ આપવામાં આવતા મહેનતાણામાં 40% નો વધારો આપવા માટે માગ કરાઈ રહી છે. જો કે મહત્ત્વની બાબત એ છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં PG ડોક્ટર્સને વધારે સાઈપ એન્ડ આપવામાં આવતું હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. જો કે, તેની સામે જુનિયર ડોક્ટર એસોસિએશને તર્ક કર્યો કે અન્ય રાજ્યોમાં 15 થી લઈને 30 જેટલી સરકારી મેડિકલ કોલેજ છે. જ્યારે, ગુજરાતમાં માત્ર 6 સરકારી મેડિકલ કોલેજ છે, જેથી ખાનગી અને ગ્રાન્ટેડ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓએ મોટો ખર્ચો કરવો પડતો હોય છે. એટલું જ નહીં પરંતુ સાથે-સાથે અન્ય રાજ્યોમાં અને ખાસ દિલ્હીમાં દર વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે.

આ પણ વાંચો – Ahmedabad : પૂરઝડપે કાર હંકારતો નબીરો અન્ય કાર સાથે અથડાયો, બેનાં મોતની આશંકા, નિકોલમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત

સિવિલ હોસ્પિટલમાં પણ વિરોધનો સૂર

બીજી તરફ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) પણ વિરોધનો સુર ઉઠ્યો હતો. વિવિધ માગણીઓ સાથે વર્ગ 4 નાં કર્મચારીઓ હડતાળ (Class 4 Employees Strike) પર ઉતર્યાં હતા. માહિતી મુજબ, પગાર સ્લીપ, જોઈનિંગ લેટર, આઈકાર્ડ અને ભથ્થાં આપવાની માગ સહિત વિવિધ માગ સાથે વર્ગ 4 નાં કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી. જો કે, સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશોની મધ્યસ્થી બાદ કર્મચારીઓએ હડતાળ સમેટી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ બેથી ત્રણ વાર માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળ કરી હતી. કરાર આધારિત કર્મચારીઓ પગારની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો – Vadodara : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે

Whatsapp share
facebook twitter