- બ્રાઝિલના વાવાઝોડાએ તબાહી મચાવી
- શનિવારે 1.4 મિલિયન ઘરોમાં વીજળી ગુમ
- અનેક લોકો બેઘર બન્યા,વિસ્તારોમાં મોટું નુકસાન
Brazil :બ્રાઝિલ(Brazil)ના સાઓ પાઉલો(Sao Paulo)માં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા, જ્યારે દક્ષિણ અમેરિકાના સૌથી મોટા મહાનગરમાં શનિવારે લગભગ 1.4 મિલિયન ઘરોમાં વીજળી ગુમ થઈ ગઈ હતી. લાખો લોકો બેઘર બન્યા છે. સાઓ પાઉલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 67 માઈલ (108 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ પાવર ટ્રાન્સમિશન લાઈનોને ટક્કર મારી હતી અને કેટલાંક વૃક્ષો ઉખડી ગયા હતા, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગંભીર નુકસાન થયું હતું.
વાવાઝોડાને કારણે અનેક એરપોર્ટ પણ બંધ
મળતી માહિતી અનુસાર અનેક જગ્યાએ મકાનો, દુકાનોની છત ઉખડી ગઈ હતી. કાર અને અન્ય વાહનો કાગળની જેમ પવન અને પાણીમાં વહેવા લાગ્યા. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે અનેક એરપોર્ટ પણ બંધ કરવા પડ્યા હતા અને ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સેવા ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ઝાડ ઉખડી જતાં અને દુકાન પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું.
Powerful wind #storm hits in #SaoPaulo, #Brazil
(12.10.2024) pic.twitter.com/zmoCkCOR9w
— Genesis Watchman Report (@ReportWatchman) October 13, 2024
આ પણ વાંચો –Lebanon Pager Blast: પેજર હુમલાને થયો સૌથી મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો
હજારો ઘરો અંધકારમાં ડૂબી ગયા
ભયંકર વાવાઝોડાને કારણે હજારો ઘરો અંધકારમાં ડૂબી ગયા છે. બ્રાઝિલના અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાને કારણે સાઓ પાઉલોની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.સત્તાવાળાઓએ તોફાન સમાપ્ત થયાના કલાકોમાં પાવર ટ્રાન્સમિશન પુનઃસ્થાપિત કરવાની આશા રાખી હતી.પરંતુ લોકોએ શનિવારે અંધકારનો સામનો કરવાનું ચાલુ રાખ્યું હતું, સંબંધિત અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને પાણીનો વપરાશ મર્યાદિત કરવા વિનંતી કરી હતી. આ મેટ્રોપોલિટન વિસ્તારમાં ઓછામાં ઓછા 2 કરોડ 10 લાખ લોકો રહે છે.