- ચક્રવાતી તોફાન ક્રેથોન તાઈવાન તરફ આગળ વધ્યો
- વાવાઝોડાને જોતા તાઈવાન સરકારે સાવચેતીના પગલાં લીધા
- ઓફિસો, શાળા-કોલેજો બંધ કરવાના આદેશ અપાયા
ફિલિપાઈન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાતી તોફાન ક્રેથોન (Typhoon Krathon) તાઈવાન (Taiwan) તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને જોતા તાઈવાન સરકારે સાવચેતીના પગલાં લીધા છે. બુધવારે રાજધાની તાઈપેઈ સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસો, શાળા-કોલેજો અને નાણાકીય બજારો બંધ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે બુધવારે તાઇવાનમાં સેંકડો ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી.
તોફાન તબાહીનું કારણ બની શકે છે…
તાઈવાન (Taiwan)ના હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આ તોફાન છે, જે મોટી તબાહી મચાવી શકે છે. ક્રેથોન (Typhoon Krathon) દરિયાકાંઠે વિશાળ મોજાઓ અને મૂશળધાર વરસાદનું કારણ બનશે. પરિસ્થિતિને જોતા તાઈવાન સરકારે લોકોને ઘરમાં રહેવાની સાથે સમુદ્ર, નદીઓ અને પહાડોથી દૂર રહેવાની સલાહ આપી છે.
Taiwan shut down on Wednesday with offices, schools and financial markets closed ahead of the arrival of a weakening Typhoon Krathon, which is forecast to bring storm surges along the coast and torrential rain https://t.co/GQeBFLLCT7
— Reuters (@Reuters) October 2, 2024
આ પણ વાંચો : Iran-Israel તણાવથી કૃડ ઓઇલની કિંમતમાં ભડકો, વધશે પેટ્રોલ ડિઝલના ભાવ
સરકારે તૈયારીઓ કરી છે…
તાઈવાન (Taiwan)ના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે ટાયફૂન કાઓહસુંગ અને તેના પડોશી શહેર તૈનાન વચ્ચે લેન્ડફોલ કરશે, ત્યારબાદ તે પશ્ચિમ કિનારે રાજધાની તાઈપેઈ તરફ આગળ વધશે. આ દરમિયાન તાઈવાન સરકારે તોફાનનો સામનો કરવા માટે 38 હજાર સેનાના જવાનોને સ્ટેન્ડબાય મોડમાં તૈયાર રાખ્યા છે.
આ પણ વાંચો : Iran ડરી ગયું! કહ્યું, ‘મિસાઈલ હુમલો પૂરો થયો, હવે પછી કોઈ બોમ્બમારો નહીં થાય…
વાવાઝોડાની અસર જોવા મળશે…
રોઈટર્સના અહેવાલ મુજબ ટાયફૂન ક્રેથોન (Typhoon Krathon) તાઈવાન (Taiwan) તરફ આગળ વધી રહ્યું છે. તોફાન પહેલા તાઈવાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સ્ટેટ હાઈવે 9 પર ભૂસ્ખલન થયું છે. યિલાન કાઉન્ટીના સુઆઓ અને હુઆલિનના ચોંગડે વચ્ચે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હ્યુઇડ ટનલ પાસે ઘણા વાહનો અટવાઈ ગયા, પરંતુ કોઈ ઈજા થઈ ન હતી.
આ પણ વાંચો : Israel Iran War માં અમેરિકાનો પ્રવેશ, બિડેને કહ્યું- અમેરિકા ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપશે