+

Cyclone Dana આવી રહ્યું છે, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન લો પ્રેશર એરિયા સર્જાવાને કારણે ચક્રવાતી તોફાન ડાના સક્રિય આ વાવાઝોડું 23-24 ઓક્ટોબરે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. Cyclone Dana : દેશમાં દક્ષિણ…
  • બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન
  • લો પ્રેશર એરિયા સર્જાવાને કારણે ચક્રવાતી તોફાન ડાના સક્રિય
  • આ વાવાઝોડું 23-24 ઓક્ટોબરે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

Cyclone Dana : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ચાલ્યું ગયું છે અને ઉત્તર પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે જેના કારણે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સાથે લો પ્રેશર એરિયા સર્જાવાને કારણે ચક્રવાતી તોફાન ડાના (Cyclone DANA) સક્રિય બન્યું છે. દક્ષિણ ભારતમાં ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું 23-24 ઓક્ટોબરે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં 100 થી 120 કિમીની ઝડપે તોફાની પવનોનું એલર્ટ

વાવાઝોડાને જોતા હવામાન વિભાગ (IMD)એ દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં 100 થી 120 કિમીની ઝડપે તોફાની પવનોનું એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની પણ શક્યતા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારોએ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. જો હવામાન ખરાબ રહેશે તો શાળા-કોલેજો બંધ થઈ શકે છે. ઘરેથી કામ કરવાનો ઓર્ડર આવી શકે છે.

ચક્રવાતી તોફાન દાના મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય

હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશરની શક્યતા છે. આ લો પ્રેશર 22 ઓક્ટોબરની સવારે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં જશે અને 23 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાન દાના મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય થશે.

આ પણ વાંચો–દેશભરમાં તહેવારો પહેલાં શરૂ થશે ઠંડીનો કહેર! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

પહેલા આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડશે

ચક્રવાત દાના ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળનમાં પહોંચશે. તે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પણ આવરી લેશે. જેના કારણે પહેલા આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડશે. ત્યારબાદ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાદળો અને તોફાની પવનો રહેશે. આ દરમિયાન તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં 26 ઓક્ટોબર સુધી વરસાદ અને તોફાન બંને રહેશે.

આ રાજ્યોમાં ભારે વરસાદ થશે

હવામાન વિભાગ (IMD) એ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. ગાજવીજ અને વીજળી પડશે અને વાદળો ભારે વરસાદ પડશે. ઉપરોક્ત 4 રાજ્યોના હવામાનની અસર ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ જોવા મળશે. હળવોથી મધ્યમ વરસાદ પડશે.

આ ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે 21 ઓક્ટોબરે આંદામાન સમુદ્રમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં આજે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવશે. આ પવનોની ઝડપ 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 23 અને 24 ઓક્ટોબરે 70 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23-24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 ઓક્ટોબરે ઉત્તર બંગાળની ખાડીમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 24-25 ઓક્ટોબરે આ પવનોની ઝડપ વધીને 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે.

આ પણ વાંચો—ભયાનક Cyclone Milton ત્રાટક્યું ફ્લોરિડામાં, ચારે તરફ તબાહી…

Whatsapp share
facebook twitter