+

China : શાંઘાઈમાં એક વ્યક્તિએ ચાકુ વડે ત્રણ લોકોની કરી હત્યા, 15 લોકો થયા ઘાયલ

શાંઘાઈમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી ચાકુથી સજ્જ એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં ઘૂસ્યો હતો સુપરમાર્કેટમાં એક વ્યક્તિએ 3 લોકોની હતી હત્યા ચીન (China)ના સૌથી મોટા શહેર શાંઘાઈમાં હુમલાની ઘટના સામે આવી છે.…
  1. શાંઘાઈમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી
  2. ચાકુથી સજ્જ એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં ઘૂસ્યો હતો
  3. સુપરમાર્કેટમાં એક વ્યક્તિએ 3 લોકોની હતી હત્યા

ચીન (China)ના સૌથી મોટા શહેર શાંઘાઈમાં હુમલાની ઘટના સામે આવી છે. જ્યાં ચાકુથી સજ્જ એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં 3 લોકોની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શાંઘાઈ પોલીસે મંગળવારે આ જાણકારી આપી.

લોકો ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા…

ચીન (China)માં ભીડભાડવાળા વિસ્તારમાં છરાબાજીની આ તાજેતરની ઘટના છે. શાંઘાઈ શહેરમાં સોમવારે રાત્રે થયેલો હુમલો એવા સમયે થયો હતો જ્યારે ચીન (China) મંગળવારે એક સપ્તાહની રજા સાથે 75માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું હતું. પોલીસને સોમવારે રાત્રે 9.47 વાગ્યે (સ્થાનિક સમય) ઘટનાની માહિતી મળી હતી.

પોલીસે હુમલાખોરને પકડી લીધો હતો…

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, 37 વર્ષીય હુમલાખોરનું નામ લિન છે. તે ભીડભાડવાળા વિસ્તારમાં લોકો પર છરી વડે હુમલો કરતો રહ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. સુપરમાર્કેટમાં છરી સાથે સજ્જ એક વ્યક્તિની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી છે.

આ પણ વાંચો : Israel Entered Lebanon : ઇઝરાયેલે ઘરમાં ઘુસીને મારવાનું શરુ કર્યું…

હુમલાખોર અંગત નાણાકીય તકરારથી સંઘર્ષ કરી રહ્યો હતો…

પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર, લિન, અંગત નાણાકીય વિવાદો સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. અંગતરો ગુસ્સો બહાર કાઢવા શાંઘાઈ ગયો હતો. પોલીસ દ્વારા લિનના મૂળનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ચીન (China)માં મોટાભાગના નાગરિકો માટે અંગત પિસ્તોલ અથવા હેન્ડગન રાખવું ગેરકાયદેસર છે.

આ પણ વાંચો : કોરોના બાદ આ ખતરનાક વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 8 લોકોના મોત…

મે મહિનામાં છરાબાજીની ઘટનામાં 2 ના મોત થયા હતા…

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન (China)માં સાર્વજનિક સ્થળો પર મોટા પાયે ચાકુથી હુમલાની ઘટનાઓ વધી છે. આ હુમલાખોરો પૈકી ઘણા માનસિક રીતે અસ્વસ્થ હતા. મે મહિનામાં ચીન (China)ના યુનાન પ્રાંતની એક હોસ્પિટલમાં છરીના હુમલામાં બે લોકોના મોત થયા હતા. આ હુમલામાં 21 લોકો ઘાયલ થયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં યુનાનના એક જિલ્લામાં માનસિક બિમારીથી પીડિત એક વ્યક્તિએ બે લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : Asylum seekers:હવે આ દેશમાં જવા લોકોની લાગી સ્પર્ધા, 1317 લોકો ગેરકાયદેસર પ્રવેશતા કરતાં ઝડપાયા

Whatsapp share
facebook twitter