+

Chhattisgarh : 3 વર્ષીય બાળકીએ ઘરમાં રાખેલો દારૂ પાણી સમજી ગટગટાવ્યો, નશો થતાં માતાને કહ્યું- મને નવડાવો અને પછી..!

ત્તીસગઢ (Chhattisgarh) રાજ્યનાં બલરામપુર જિલ્લામાંથી એક રૂવાંટા ઊભા કરે એવો કિસ્સો સામે આવ્યો છે. રમતી વેળાએ દારૂ પીવાથી 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવાર આઘાતમાં…

ત્તીસગઢ (Chhattisgarh) રાજ્યનાં બલરામપુર જિલ્લામાંથી એક રૂવાંટા ઊભા કરે એવો કિસ્સો સામે આવ્યો છે. રમતી વેળાએ દારૂ પીવાથી 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસે કેસ દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. બલરામપુરનાં (Balrampur) ડિંડો પોલીસ સ્ટેશન હેઠળનાં બૈકુંથપુર ગામની ત્રણ વર્ષની સરિતા સોમવારે સવારે ઘરે રમી રહી હતી. તેની માતા સાવિત્રી નજીકમાં કામ કરતી હતી. દરમિયાન, બાળકી રમતા રમતા તેણી દાદીનાં રૂમમાં ગઈ હતી, જ્યાં દારૂની બોટલ અને ગ્લાસ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – આ ફેમસ લોટ બનાવતી કંપની ગ્રાહકોને લોટ નહીં, પથ્થરનો ચૂરો ખવડાવે છે!

અજાણતા દારૂ પીધા બાદ બાળકીને નશો થવા લાગ્યો

બાળકીએ બોટલમાં રાખેલો દારૂ પાણી સમજીને પીધો હતો. અજાણતા દારૂ પીધા બાદ બાળકીને નશો થવા લાગ્યો હતો. આથી, તે માતા પાસે ગઈ હતી અને તેને નવડાવવા માટે કહ્યું હતું. પરંતુ, થોડી જ વારમાં બાળકી બેભાન થઈ ગઈ. તેના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. બાળકીનાં પિતા રામસેવક તેની માતાનાં રૂમમાં ગયા અને ત્યાં દારૂની બોટલ અને ગ્લાસ પડેલા જોયા હતા. ગ્લાસમાં દારૂ પણ હતો.

આ પણ વાંચો – Wayanad landslides : ગૃહમંત્રી થયા ગુસ્સે, કહ્યું- 7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં…

સારવાર છતાં પણ સ્થિતિમાં સુધારો ન થયો, અંતે થયું મોત

બાળકીની હાલત વધુ બગડતાં પરિવાર તેને વદરાફનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર (Vadrafnagar Group Health Centre) લઈ ગયો હતો. સારવાર દરમિયાન તબીબોએ તેની હાલત વધુ બગડતી જોઈને તેને અંબિકાપુર (Chhattisgarh) રિફર કરી હતી. યુવતીને સોમવારે સાંજે અંબિકાપુર મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ હતી. , જ્યાં સારવાર બાદ પણ સરિતાની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને મંગળવારે માસૂમનું મોત નીપજ્યું હતું. 3 વર્ષની બાળકીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.

આ પણ વાંચો – પૂજા ખેડકરને મોટો ફટકો, ભવિષ્યમાં નહીં બની શકે IAS-IPS, UPSC ની મોટી કાર્યવાહી

Whatsapp share
facebook twitter